SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ [એની પાંચે ઉત્તર પ્રવૃતિઓ–ધ્રુવબંધી, ધ્રુવઉદયી, ધ્રુવસત્તાક, દેશઘાતી અને અપરાવર્તમાન છે.] સંપરાય બંધ કહી, સત્તા ઉદયે થાકી રે, ગુણઠાણું લહી બારમું, નાઠી જીવવિપાકી રે. પ્ર. ૪ [એને બંધ સૂક્ષ્મસંપરાય દશમા ગુણઠાણ સુધી છે, અને સત્તામાંથી ને ઉદયમાંથી બારમું ગુણઠાણું જીવ પામે ત્યારે તે ગુણઠાણે અંતે જાય છે, અને જીવવિપાકી છે.] જ્ઞાન મહદય તેં વર્યો, ઋદ્ધિ અનંત વિલાસી રે; ફળપૂજાફળ આપીએ, અમે પણ તેહના આશીરે....૦૫ [ હે પ્રભુ! તેં એ સર્વને ક્ષય કર્યો છે; ને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને આત્માની અનંત સમૃદ્ધિના તમે ભાગી બન્યા છે. અમે પણ એવી જ આશાવાળા છીએ એ માટે ફળપૂજા કરી જ્ઞાન અને આત્માની ઋદ્ધિનું ફળ માગીએ છીએ.] કીરયુગલ શું દુરતગા, નારી જિમ શિવ પામી રે; અમે પણ કરશું તેહવી, ભક્તિ ન રાખું ખામી રે. પ્ર. ૬ [પોપટનું જોડું અને દુર્ગા સ્ત્રી જેમ ભક્તિથી શિવસુખ પામી, તેમ અમે પણ ભક્તિ કરીશું, અને ભક્તિ કરવામાં કોઈ પ્રકારની ખામી નહિ આવવા દઈએ. ૫૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy