________________
પુદ્ગલ સિરાવવાની વિધિ
૪૩૭ (૧) મારો આત્મા અનાદિ શાશ્વત છે. આજ સુધી ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કરતાં મારા આત્માએ હિંસાદિ પાપની પ્રવૃત્તિ થયા કરે તેવાં શરીરાદિ પુદ્ગલ તથા શસ્ત્ર આદિ પાપાધિકરણે સિરાવ્યા વિના મૂક્યાં હોય તે સર્વને આજે હું ત્રિવિધ ત્રિવિધ મન-વચન અને કાયાથી ન કરવા, ન કરાવવા, ન અનુમોદવારૂપે સિરાવું છું. તે સિરે, સિરે, સિરે.
(૨) મારા આત્માએ દેવગુરુ અને ધર્મની આશાતના કરી અનાદિ ભવમાં હિંસા વગેરેનાં જે કંઈ પાપે કર્યા હેય તેની હું નિંદા નહીં કરું છું. તેનું મારે મિચ્છામિ દુક્કડ, મિચ્છામિ દુક્કડું, મિચ્છામિ દુક્કડં.
(૩) વર્તમાન ભવનાં મારાં શરીરાદિ ગુગલેને, તથા પાપકારી અધિકરણને સિરાવવાનું પણ હું ધ્યાન રાખીશ. મારૂં મૃત્યુ થાય ત્યારે આ બધુ મારે સિરે સિરે સિરે છે.
(૪) પૂર્વ ભવેનાં મારાં શરીર તથા વસાયેલાં સાધન જે જાણે અજાણે પણ ધર્મ માર્ગમાં ઉપકારી થયાં હેય તેની તથા અરિહંત આદિથી યાવત્ માર્ગાનુસારી મહાનુભાની સુકૃત કરણીની હું વારંવાર અનુમોદના કરું છું.
(૫) મારે સર્વ જીવો પ્રત્યે મૈત્રી છે, ગુણધીક પ્રત્યે પ્રદ છે. દુઃખી જીવો પ્રત્યે કરૂણા છે, અને નિદકાદિ પ્રત્યે માધ્યચ્યભાવ છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org