________________
૧ર
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ
કરે. ઉપરાંત જવું, આવવું, પડિલેહણ કરવું, બોલવું વગેરે કાયિક અને વાચિક પ્રવૃત્તિને ત્યાગ કરે. બીમારી વગેરે આવશ્યક કારણ આવી પડે તે હાથ આંખ કે આંગળીના ઇશારાથી કામ લેવું, બોલવું જ પડે એમ હોય તે મુહપત્તિ (વસ્ત્ર)થી મુખ ઢાંકીને બોલવું, અને જવા આવવાની જરૂર પડે તે કામળીથી શરીર ઢાંકીને જવું આવવું.
૨–ઔપાતિક-રજ-ધૂળવૃષ્ટિ, માંસવૃષ્ટિ, રૂધિરવૃષ્ટિ, કેશવૃષ્ટિ, પાષાણવૃષ્ટિ થાય તે અસ્વાધ્યાય, રજવૃષ્ટિ-અચિત્તરજ-ધૂળ વરસે, માંસ-વૃષ્ટિ-માંસના ટૂકડા આકાશમાંથી વરસે, રૂધિરવૃષ્ટિ-આકાશમાંથી રૂધિરના બિંદુઓ પડે, કેશવૃષ્ટિ–આકાશમાંથી વાળની વૃષ્ટિ. પાષાવૃષ્ટિ-કરા કે પાષાણુના ટૂકડા પડે, તથા રદ્દ ઘાત-દિશાઓ ધૂણવાળી હોય ત્યારે સૂત્ર ભણવું નહિ. પરંતુ બીજી સઘળીય પ્રવૃત્તિ કરી શકાય. માંસ અને રૂધિરની વૃદ્ધિ થાય તે એક અહોરાત્રી સુધી નંદી આદિ સૂત્ર ભણાય નહિ. બાકીના વખતે તે તે વૃષ્ટિ બંધ થાય ત્યારે ભણી શકાય.
રવૃષ્ટિ અને રદ્દઘાત તેમાં ધૂમાડા જેવા આકારે સફેદ અચિત્તધૂળ વરસે તે રજોવૃષ્ટિ કહેવાય અને બધી દિશાએ ધૂળથી છવાઈ જતાં બધે અંધકાર જેવું દેખાય. તે રજોદઘાત કહેવાય. આ બન્ને પવનની સાથે કે પવન વગર જયાં સુધી પડે ત્યાં સુધી સૂત્ર ભણવું નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org