________________
શ્રી શત્રુંજ્ય સૌરભ અકબર બાદશાહની પુત્રીનાં લગ્ન પ્રસંગે દેશદેશાવરના ઝવેરીએ આવેલા, બાદશાહે રમૂજમાં ઝવેરીઓને પૂછ્યું કે-આ હીરાની સાથે મારી કિંમત આંકે જોઈએ. આથી બધા ચકિત થઈ વિચાર કરવા લાગ્યા. પણ અમદાવાદના શાંતિદાસ શેઠે ઝવેરાત તળવાના કાંટામાં એક તરફ હીરે મૂક્યો, બીજી તરફ રતી વાલનાં તેલમાં મૂક્યાં. બધા જોઈ રહ્યા શાંતિદાસ શેઠે ખૂબ વિચાર કરી કહ્યું. બાદશાહ હજુર આ હીરા કરતાં આપનામાં રતી (બાદશાહી તેજ) વધારે છે. બધા આ જવાબથી ચકિત થઈ ગયા. બાદશાહે રાજઝવેરીનું માન આપ્યું.
| તીર્થની સ્વતંત્રતાને બાદશાહી ખરીતે અકબરે સંઘ-વતી શ્રી હીરવિજયસૂરિ, તે પછી શ્રી જીતચંદ્રસૂરિને આપેલ.
બાદશાહ જહાંગીરે સં. ૧૯૬૪માં તાજું ફરમાન કરી આપ્યું અને તે આચાર્ય વિજયસેનસૂરિ, આચાર્ય વિજયદેવસૂરિ તથા જતિ પરમાનંદજીને કરી આપ્યું.
તે પછી દિલ્હીની ગાદીએ શાહજહાંન આવતાં કેના નામથી ફરમાન કરવું તે પ્રશ્ન થયે. શાંતિદાસ શેઠની શાહી કુટુંબમાં સારી લાગવગ હતી. અકબર સાથે તે શાંતિદાસ શેઠને એ ઘનિષ્ઠ સંબંધ થયેલે કે શાહજાદા જહાંગીર તેમને મામા કહેતા. એટલે શાહજહાંન પાસેથી સં. ૧૯૮૬ માં શ્રી શત્રુંજય, શંખેશ્વરજી, કેસરીયાજી, અમદાવાદ, સુરત,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org