SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ થું ૩૫ ધ્યાતા અને ધ્યાન એ ત્રણના ભેદને જરા પણ જાણતા નથી. ૨૩. જેએનું મન ઉદાસીન પદમાં સ્થિત ન હોય, તેઓને જ આ ધ્યેય છે, આ ધ્યાન છે, અને હું ધ્યાતા છું એવી ભેદબુદ્ધિ થાય છે. ૨૪ જે સર્વ કમને ત્યાગ કરનાર, નિઃસંગ, નિત્યતૃપ્ત, નિરંજન (નિર્લેપ) અને સદાનંદમય છે, તે જ તમે છે, અને તમે તે રૂપ જ છે, એમ હું માનું છું. ૨૫. હે નાથ ! તમને જાણનારા લેકે શત્રુ અને મિત્રને વિષે, મૂર્ખ અને વિદ્વાનને વિષે તથા સુખ અને દુઃખને વિષે સમાન ચિત્તવાળા હોય છે ૨૬. હે નાથ ! જેનાથી તમે ઓળખાતા નથી (જેનાથી તમારું જ્ઞાન થતું નથી) એવા તપવડે કરીને શું ? તે શ્રુતવડે કરીને શું ? તે વિનયવડે કરીને શું? અને તે જપ વડે કરીને પણ શું ફળ? અર્થાત્ તે તપ વિગેરે સર્વ નિષ્ફળ છે. ૨૭. પાપ કર્મનું મંથન કરનારા, હે નાથ ! તમે તેવું કરો કે જેથી વિષયરૂપી ગ્રહને ગોચર (આધીન) થયેલા મારા સંકલ્પ સ્વ૫ થઈ જાય અર્થાત્ નાશ પામી જાય. ૨૮. હે જગપ્રભુ ! પરાનંદિત હૃદયમાં મગ્ન થયેલા એવા મને તમારી કૃપાથી વેદ વેદક ભેદની શૂન્યતા (રહિતપણુ) પ્રાપ્ત થાઓ. ર૯ હે વિભે ! હું તમારી પાસે બીજું કાંઈ માગતું નથી, માત્ર એટલું જ માગું છું કે –તમારા પ્રસાદથી મારા ચિત્તમાં પરમ તિ પ્રકાશ. ૩૦. હે યાદવપતિ ! જે સુકૃતિ પુરૂષ શ્રોત્ર વડે પાન કરવામાં અમૃત સમાન આ તેત્રને ત્રિકાળ પાઠ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy