________________
શ્રી જિન તીર્થ દર્શન ]
–
થાણું દેવળીના ભીમા શેઠે અહિં કુંડ બંધાવ્યું હતું. અને અઢાર રત્નને હાર પ્રભુજીને કઠે ઠર્યો હતે.
સગરામ સેનીની ટૂંક –મેકરવસીની ટુંકમાંથી સગરામ સોનીની ટૂંકમાં જવાય છે. આ સગરામ સોની પંદરમા સૈકામાં થયેલા પુણ્યવાન શ્રાવક હતા. ગુજરાત બાજુમાં વઢીયાર પ્રદેશના–બોલડ ગામના તેઓ મૂળ વતની હતા. તેમણે શ્રી સોમસુંદરસૂરિજીના સદુપદેશથી આ ટુંક બંધાવી છે. આ ટુંકમાં મૂળ નાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ સ્વામીજીની પ્રતિમાજી છે. જેની પાછળથી પ્રતિષ્ઠા થયેલ છે. પ્રદક્ષિણામાં ત્રણ દહેરાસર છે. આ ગિરનારજીના વિભાગમાં સૌથી ઉંચી ટુંક દેખાય છે.
કુમારપાળ મહારાજાની દુક –કલિકાલ સર્વજ્ઞા શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના સદુપદેશથી પરમહંત મહારાજા કુમારપાલે ૧૪૪૪ ભવ્ય જૈન મંદિર બંધાવ્યાં હતાં, તે પિકી શ્રી ગિરનારજી તીર્થ પર પણ તેમણે ભવ્ય મંદિર બંધાવ્યું હતું. આ મંદિરને જીર્ણોદ્ધાર માંગરેલ નિવાસી શેઠ ધરમશી હેમચંદે કરાવ્યું હતું. જે હાલમાં મૂળ નાયકજી છે તે પ્રતિમાજીને પાછળથી વિ. સં. ૧૪૫૩ ના સૈકામાં પધરાવ્યા છે. આ બધી ટુંકમાં મૂળ નાયકની પ્રતિષ્ઠા પાછળથી થયેલી હોય તેમ જણાય છે. કારણ તરીકે એમ જાણવા મળે છે કે મુસલમાની સત્તા વખતે ધમધ રાજવીઓમાં અત્યાચારથી મૂળ નાયકજી ખંડિત થયા હોય, અને આવા કારણે બીજા પ્રતિમાજી પાછળથી શ્રી સંઘે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org