________________
પ્રકરણ ૯ મું
૧૧૫ ગેડીજીનું દહેરાસર વેરી બજારમાં જતાં આવે છે. તેમાં બીજાં ત્રણ દહેરાસરો છે.
વડવામાં શ્રી ચંદ્રપ્રભુનું સુંદર મંદિર છે. દાદા સાહેબમાં શ્રી મહાવીરસ્વામીનું મેટું મંદિર શહેરની બહાર જેવા લાયક છે. ત્યાં ધર્મશાળા તથા જૈન બેડિગ છે. દહેરાસરજીને ફરતે કોટ છે. પ્રસિદ્ધ મુનિશ્રી મૂળચંદજી મહારાજ તથા મુનિશ્રી વૃદ્ધિચંદજી મહારાજની આરસની સુંદર જાળીવાળી નકશીદાર દહેરીઓમાં પગલાં છે.
શહેરમાં શ્રી જનધર્મ પ્રસારક સભા અને શ્રી જૈન આત્માનંદ સભા, જૈન વિદ્યાથીભુવન, યશવિજયજી જૈન ગ્રંથમાળા, ત્રિ. ભા. જૈન કન્યાશાળા વિગેરે સંસ્થાઓ છે. પીલગાર્ડન, બેરતળાવ, ઝુલતે પુલ, તખ્તસિંહજી હોસ્પીલ વિગેરે જેવા લાયક છે.
શહેર–પાલીતાણાનું શિહોર જંકશન છે, શિહેરમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું સુંદર મંદિર છે. બીજું પણ દહેરાસર છે તેમજ ધર્મશાળામાં પણ દહેરાસર છે. જૈન ભેજનશાળા પણ શરૂ થઈ છે.
શિહોરના પેંડા, ત્રાંબા પિત્તળનાં વાસણ અને તમાકુ
વખણાય છે.
પાલીતાણા-શહેર યાત્રા. ૧. મેટું દહેરૂં–શહેરના મધ્ય ભાગમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે એક રમણીય મંદિર છે. સં. ૧૮૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org