________________
નિત્યક્રમ
૨૮૭ મનગમતામાં રાગ કર્યો, અણગમતામાં દ્વેષ કર્યો, સંયમ, તપ આદિમાં અરતિ કરી, કરાવી, અનુમોદી તથા આરંભાદિ અસંયમ પ્રમાદમાં રતિભાવ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. સત્તરમું માયામૃષાવાદ પાપસ્થાનક ---
કપટ સહિત જૂઠું બોલ્યો, તે મને થિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. અઢારમું મિથ્યાદર્શનશલ્ય પાપસ્થાનક ---
શ્રી જિનેશ્વર દેવના માર્ગમાં શંકા, કાંક્ષાદિક વિપરીત પ્રરૂપણા કરી, કરાવી, અનુમોદી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
એવું અઢાર પાપસ્થાનક તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યો; અર્થે, અનર્થે, ઘર્મ અર્થ, કામવશે, મોહવશે, સ્વવશે, પરવશે કર્યા; દિવસે, રાત્રે, એકલા કે સમૂહમાં, સૂતાં વા જાગતાં, આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા ભવોમાં પરિભ્રમણ કરતાં આજ દિન અદ્યક્ષણ પર્યત રાગ-દ્વેષ, વિષય-કષાય, આળસ, પ્રમાદાદિક પૌદ્ગલિક પ્રપંચ, પરગુણ પર્યાયને પોતાના માનવારૂપ વિકલ્પ કરી ભૂલ કરી; જ્ઞાનની વિરાઘના કરી, દર્શનની વિરાધના કરી, ચારિત્રની વિરાઘના કરી, દેશચારિત્રની વિરાધના કરી, તપની વિરાધના કરી; શુદ્ધ શ્રદ્ધા-શીલ, સંતોષ, ક્ષમાદિક નિજ સ્વરૂપની વિરાઘના કરી; ઉપશમ, વિવેક, સંવર, સામાયિક, પોસહ, પ્રતિક્રમણ, ધ્યાન, મૌનાદિ નિયમ, વ્રત, પચખાણ, દાન, શીલ, તપાદિની વિરાઘના કરી; પરમ કલ્યાણકારી આ બોલોની આરાઘના, પાલના આદિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org