SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ૨૮૩ કામી કપટી લાલચી, અપછંદા અવિનીત; અવિવેકી ક્રોથી કઠિન, મહાપાપી ભયભીત. જે મેં જીવ વિરાળિયા, સેવ્યાં પાપ અઢાર; નાથ તુમારી સાખર્ચો, વારંવાર ધિક્કાર. પહેલું પાપ પ્રાણાતિપાત :--- છકાયપણે મેં છકાય જીવની વિરાઘના કરી; પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌરિન્દ્રિય, પંચેદ્રિય, સંજ્ઞી, અસંજ્ઞી, ગર્ભજ ચૌદે પ્રકારે સંમૂર્ણિમ આદિ ત્રણ સ્થાવર જીવોની વિરાઘના કરી, કરાવી, અનુમોદી મન, વચન, અને કાયાએ કરી, ઊઠતાં, બેસતાં, સૂતાં, હાલતાં, ચાલતાં, શસ્ત્ર, વસ્ત્ર, મકાનાદિક ઉપકરણો ઉઠાવતાં, મૂકતાં, લેતાં, દેતાં, વર્તતાં, વર્તાવતાં, અપડિલેહણા, દુપડિલેહણા સંબંધી, અપ્રમાર્જના, દુઃપ્રમાર્જના સંબંઘી, અઘિકી ઓછી, વિપરીત પૂંજના પડિલેહણા સંબંધી અને આહાર વિહારાદિક નાના પ્રકારના ઘણા ઘણા કર્તવ્યોમાં સંખ્યાતા, અસંખ્યાતા અને નિગોદ આશ્રયી અનંતા જીવના જેટલા પ્રાણ લૂંટ્યા, તે સર્વ જીવોનો હું પાપી અપરાધી છું, નિશ્ચય કરી બદલાનો દેણદાર છું. સર્વ જીવ મને માફ કરો. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો. દેવસીય, રાઈય, પાક્ષિક, ચૌમાસી અને સાંવત્સરિક સંબંઘી વારંવાર મિચ્છા મિ દુક્કડં. વારંવાર ક્ષમાનું છું. તમે સર્વે ક્ષમજો. खामेमि सबजीवे, सब्वे जीवा खमंतु मे । मित्ती मे सब भूएसु , वे मज्झं न केणइ ॥ તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું છયે કાયના જીવોના વૈરબદલાથી નિવૃત્તિ પામીશ. સર્વ ચોરાશી લાખ જીવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy