SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર નિત્યક્રમ મેં તુજ કારણ સ્વામી ઉવેખ્યા સુર ઘણા લ૦ માહરી દિશાથી મેં તો ન રાખી કાંઈ મણા લ૦ તો તમે મુજથી કેમ અપૂઠા થઈ રહો લ૦ ચૂક હોવે જો કોઈ સુખે મુખથી કહો લ૦ ૨ તુજથી અવર ન કોય અધિક જગતિ તળે લ૦ જેહથી ચિત્તની વૃત્તિ એકાંગી જઈ મળે લઇ દીજે દરિશન વાર ઘણી ન લગાવીએ લ૦ વાતલડી અતિ મીઠી તે કિમ વિરમાવીએ? લ૦ ૩ તું જો જળ તો હું કમળ, કમળ તો હું વાસના લ૦ વાસના તો હું ભ્રમર ન મૂકું આસના લ૦ તું છોડે પણ હું કેમ છોડું ? તુજ ભણી લ૦ લોકોત્તર કોઈ પ્રીત આવી તુજથી બની લ૦ ૪ ઘુરથી શાને સમકિત દઈને ભોળવ્યો લ૦ હવે કેમ જાઉં ખોટે દિલાસે ઓળવ્યો ? લ૦ જાણી ખાસો દાસ વિમાસો છો કિશું ? લ૦ અમે પણ ખિજમતમાંહી કે ખોટા કિમ થશું? લ૦ ૫ બીજી ખોટી વાતે અમે રાચું નહીં લ૦ મેં તુજ આગળ માહરી મનવાળી કહી લ૦ પૂરણ રાખો પ્રેમ વિમાસો શું તમે ? લ૦ અવસર લહી એકાંત વીનવીએ છીએ અમે લ૦ ૬ અંતરજામી સ્વામી અચિરાનંદના લ૦ શાંતિકરણ શ્રી શાંતિજી માનજો વંદના લ૦ તુજ સ્તવનાથી તન મન આનંદ ઊપજો લ૦ કહે મોહન મન રંગ સુપંડિત રૂપનો લ૦ ૭ ૧. ઉપેક્ષા કરી, ૨. પરામુખ, વિમુખ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy