________________
નિત્યક્રમ
૧૧૭ અક્ષય દાન અચિંતના, લાભ અને ભોગ હો, જિ. વીર્ય શક્તિ અપ્રયાસતા, શુદ્ધસ્વગુણ ઉપભોગ હો. જિ. શ્રી ૪ એકાંતિક આત્યંતિકો, સહજ અકૃત સ્વાધીન હો, જિ. નિરુપચરિત નિર્દઢ સુખ, અન્ય અહેતુક પીન હો. જિ. શ્રી. ૫
એક પ્રદેશે તાહરે, અવ્યાબાઘ સમાય હો, જિ. તસુ પર્યાય અવિભાગતા, સર્વાકાશ ન માય હો. જિ. શ્રી. ૬ એમ અનંત ગુણનો ઘણી, ગુણગણનો આનંદ હો, જિ. ભોગ રમણ આસ્વાદયુત, પ્રભુ તું પરમાનંદ હો. જિ. શ્રી ૭ અવ્યાબાઘ રુચિ થઈ, સાથે અવ્યાબાધ હો, જિ. દેવચંદ્ર પદ તે લહે, પરમાનંદ સમાઘ હો. જિ. શ્રી. ૮
શ્રી યશોવિજયજીકૃત સ્તવન
લાછલદે માત મલાર–એ દેશી) શ્રી સુપાર્શ્વ જિનરાજ, તું ત્રિભુવનશિરતાજ આજ હો છાજે રે ઠકુરાઈ, પ્રભુ તુજ પદ તણીજી. ૧ દિવ્ય ધ્વનિ સુર ફૂલ, ચામર છત્ર અમૂલ; આજ હો રાજે રે ભામંડલ, ગાજે દુંદુભિજી. ૨ અતિશય સહજના ચાર, કર્મ ખપ્પાથી અગ્યાર; આજ હો કીઘા રે ઓગણીશે, સુરગણ ભાસુરેજી. ૩ વાણી ગુણ પાંત્રીશ, પ્રતિહારજ જગદીશ; આજ હો રાજે રે દીવાજે, છાજે આઠગુંજી. ૪ સિંહાસન અશોક, બેઠા મોહે લોક; આજહો સ્વામી શિવગામી, વાચક યશ થુયોજી. ૫
૧. પુષ્ટ. ૨. સ્વાભાવિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org