________________
(૬) શંકા-શિષ્ય ઉવાચ
હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨ અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. ૯૩ કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ? ૯૫ પાંચે ઉત્તરથી થયું, સમાઘાન સર્વાંગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬ (૬) સમાધાન–સદ્ગુરુ ઉવાચ
પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રત એ રીત. ૯૭ મોક્ષભાવ નિજવાસ;
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ અંધાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org