SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮ સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. ૯ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વવાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧૦ પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧ સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યાવણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ. ૧૨ આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩ અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005404
Book TitleRajpad
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2000
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy