SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ જાગ; (૨૬) (દોહરા) હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહ્યું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમસ્વરૂપ ? ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ; આપણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નહિ. ૩ જોગ નથી સત્સંગનો, નથી સત્સવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ ‘હું પામર શું કરીં શકું?” એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૬ અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દ્રઢ ભાન; સમજ નહીં નિજઘર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005404
Book TitleRajpad
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2000
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy