________________
પ્રાસ્તાવિક
(પ્રથમાવૃત્તિ)
શ્રીમદ્ રાજચંદ્રના આધ્યાત્મિક પદોનો આ સંગ્રહ ‘શ્રીમદ્ રાજચંદ્ર જન્મ-શતાબ્દી મંડળ' તરફથી અગાઉ પ્રકાશિત થયેલ. હાલ એ મંડળ નિષ્ક્રિય થઈ ગયું હોવાથી શ્રીમંદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ તરફથી આ સંગ્રહ પ્રકાશિત કરવામાં આવે છે.
આ પદો માત્ર કાવ્યો નથી, પણ આત્માના શુદ્ધ અનુભવના ઉલ્લાસની સહજ વાચા છે, અંતરની સ્થિતજ્ઞતાના ઉદ્ગારો છે. પરમાત્મદર્શન અને તેના વિશુદ્ધ માર્ગનું સહજભાવે એમાં દર્શન થાય છે.
―
આત્મસિદ્ધિશાસ્ત્ર (પૃષ્ઠ ૫૮) – એકસો બેતાળીસ ગાથાનું એક જ બેઠકે અખંડિતપણે અક્ષરબદ્ધ થયેલ આ સ્વતંત્ર શાસ્ત્ર છે. ષડ્કર્શનના ભાવો અને આત્માના અસ્તિત્વાદિ ષટ્પદના અતિ ગહન વિષયનું એમાં સરલ પણ તર્કશુદ્ધ શૈલીમાં નિરૂપણ છે. સર્વ શાસ્ત્રના સારરૂપ એ શાસ્ત્ર નિત્ય મનનીય છે.
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org