________________
ઉપદેશ તરંગિણી तथा रैवततीर्थमपि अनन्ततीर्थंकरकल्याणकत्रयभवनेन प्रसिद्धि प्राप्तम् ।
दीक्षाकेवलनिर्वृतिकल्याणत्रिकमनन्ततीर्थकृताम्।
युगपदथैकमभवत् स जयति गिरिनारगिरिराजः ।।९।। सारं सिद्धगिरेर्यदेव विदितं यन्नेमिन: स्वामिनः
कन्दर्पद्विपदर्पमर्दनहरेर्वीरावदातास्पदम् । यन्नि:संख्यमहर्षिकेवलरमासंयोगसङ्केतभूस्तीर्थं
श्रीगिरिनारनाम तदिदं दिष्ट्या नमस्कुर्महे ।।१०।। અર્થ :- તથા રૈવતગિરિતીર્થ પણ અનંત તીર્થંકર પરમાત્માના ત્રણ-ત્રણ કલ્યાણકો થવાના કારણે પ્રસિદ્ધ થયેલ છે.
અનંતતીર્થંકર પરમાત્માઓના અદ્વિતિય એવા દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ આ ત્રણ કલ્યાણકો એકી સાથે જ્યાં થયા હતા તેવો ગિરનાર ગિરિરાજ જય પામે છે. .
પૂર્વ પુરૂષો વડે જે સિદ્ધગિરિનો સાર કહેવાયેલો છે એવો તે ગિરિ, અસંખ્ય ઋષિઓને કેવળજ્ઞાનરૂપી સ્ત્રીના સંયોગ માટે સંકેતસ્થાન રૂપ એવો તે ગિરિ, શ્રેષ્ઠ પુરૂષો માટે સુંદર સ્થાન એવો તે ગિરિ. કંદર્પરૂપી હાથીના અહંકારનું મર્દન કરવામાં હરિ, એવા શ્રી નેમિનાથ ભગવાનનું ગિરનાર નામવાળુ જે તીર્થ છે તે ગિરનાર તીર્થને ભાગ્યના યોગથી અમે નમસ્કાર કરીએ છીએ. | ૧૦ ||
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org