________________
શિખર પર સાતસો ચોસઠ ગદીયાણા સુવર્ણનો નવો અને પ્રૌઢ કલશ સ્થાપન કરાવ્યો.
ત્યાં ત્રિરુપે રહેલા શ્રીનેમિસ્વામી પ્રણામથી દુર્ગતિને દૂર કરે છે અને સ્તુતિથી નિવૃતિ આપે છે. ત્યાં શ્રીનેમિનાથનું પંચામૃતથી સ્નાત્ર કરતાં પ્રાણી પરભવમાં પ્રૌઢ અને ઉદાર પદવીને પ્રાપ્ત કરે છે. ત્યાં બલાનક પર બિરાજમાન શ્રીનેમિપ્રભુ ત્રણ ઉપવાસ કરીને તેમની પાસે કાર્યોત્સર્ગ રહેનારને સાક્ષાત્ પોતાનું સ્વરૂપ દર્શાવે છે. ત્યાં તીર્થયાત્રિકોને જળની અગવડ જોઈને મંત્રીશ્વરે સર્વત્ર જળકુંડ કરાવ્યા. I૬૯૮ થી ૭૩૫
कोट्यो द्वादश साधिका: सुकृतिना लक्षैस्त्र्यशीत्या, गुरूद्रम्माणां जिनबिम्बमन्दिरमठावासादिनिर्माणतः । येन श्रीगिरिनारतीर्थशिखरे कोशीकृता: श्रेयसे,
जन्मन्यत्र स वस्तुपालसचिव: श्लाघास्पदं कस्य न ? |७५३ ।। અર્થ :- શ્રી ગિરનાર તીર્થના શિખર પર જે સુકૃતશાળીએ પોતાના શ્રેય નિમિત્તે જિનમંદિર, જિનબિંબ, મઠો અને આવાસો વગેરે કરાવતાં બાર કોટી અને ચાલી લક્ષ મોટા દ્રમ ખર્ચા એવા શ્રીમા વસ્તુપાલ મંત્રીશ્વર કોને પ્રશંસનીય ન હોય ?
शत्रुञ्जयोज्जयन्ताद्रितुल्यं तीर्थं जगत्त्रये ।
स्वपरागमविख्यातं, नास्ति पापमलापहम् ।।७८४ ।। અર્થ - ત્રણે જગતમાં શત્રુંજય અને ગિરનાર સમાન કોઈ તીર્થ નથી. એ બન્ને તીર્થ સ્વ-પર આગમમાં વિખ્યાત છે અને પાપોના મલને દૂર કરનાર છે.
શિDિ JO JOJO JOUD
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org