________________
ઈએ કે તેઓને કોઈની સાથે વેર વિરોધ કે કલેશ કંકાસ કરવાને સ્વપ્નમાં પણ વિચાર ન આવે. જગતનો મનુષ્ય પ્રત્યે પ્રેમભાવ આવે તથા સર્વની સાથે હળી મળીને ચાલવું એવું શિક્ષણ કેવળ ગ્રંથોના વાંચનથી જ મળતું નથી. પણ સંસારમાં વિચરતા સાધુપુર રૂ તથા ઉદારચરિત્રવાળા મહાત્માઓના દર્શન તથા સમાગમથી પણ પ્રાપ્ત થઈ શકે છે. આપણા શાસ્ત્રમાં સત્સંગ વિષે બહુ ભાર મૂકીને ઉપદેશ કરવામાં આવે છે, તેનું એક કારણ છે કે મહાત્મા પુરૂષિના પવિત્ર જીવનની અસર, તેમના પરિચયમાં આવનારા જીજ્ઞાસુઓ ઉપર એવી તે સજજડ રીતે થાય છે કે તે કોઈ કાળે ભુંસાઈ જતી નથી. બાલ્યાવસ્થામાં જે અયોગ્ય સંસ્કારે ચિત્ત ઉપર ચેટી જાય છે, તે તે આખી ઉમ્મર સુધી દુઃખી કર્યા વિના રહેતા નથી. તમારે પણું અવકાશના સમયમાં ઉત્તમ ગ્રંથકારેના પુસ્તકનું મનન કરવું, અને તેમાં જે ભાગ ઉપગી જણાય તેની નીચે લાલ પેન્સીલથી નીશાની કરી પુનઃ પુન: મનન કરવાને અભ્યાસ પાડે, એટલું જ નહીં પણ સત્પરૂષના સમાગમમાં આવવાનું બની જાય તે તે અમૂલ્ય પ્રસંગને પણ નિષ્ફળ જવા દે નહીં.
સંસારમાં બે વિષયેની ઉપયોગીતા મારું સવિશેષ ધ્યાન ખેંચે છે. (૧) ઈતિહાસ અને (૨) નીતિશાસ્ત્ર. ઈતિહાસના વાંચનથી મનુષ્યને ઉત્સાહ વધે છે. સંસારના મહાપુરૂષેની અવસ્થાનું દર્શન થાય છે, પૈર્ય અને સાહસની વૃદ્ધિ થાય છે, અને પરિણામે મનુષ્ય ઉચ્ચ જીવનને અધિકારી થઈ આખી ઉમ્મર સુધી સુખી થાય છે. - વિદ્યા પ્રાપ્ત કર્યા પછી, જીવન નિર્વાહ કેવી રીતે કરે એ વિકટ પ્રશ્ન દરેક વ્યક્તિ દ્રષ્ટિ સન્મુખ ખડે થાય છે. ગમે તે રીતે આજીવિકા ચલાવવી અને સુખપૂર્વક જીવન વ્યતીત કરવું તેમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org