________________
શિથિળ કિંવા નિર્બળ ન બનાવી દે તેનું ખૂબ લક્ષ રાખવાનું છે. જે ચિંતાથી તમે હતાશ થાઓ, તમારા ભાવી ઉચ્ચ મનેર ઉડી જાય તેવી એક પણ ચિંતાને તમારી પાસે આવવા દેશે નહીં. મનમાં સહેજ પણ શિથિલતા જે દાખલ થાય છે તે પછી શ્રમ કે ઉદ્યોગ કરવાની વૃત્તિ ટકી શકતી નથી. આપણું પિતાનું એકલાનું જ સુખ શોધીને બેસી રહેવું, અને આપણા આશ્રય નીચે રહેલા સ્ત્રી-પુત્ર પ્રત્યે તથા કૌટુંબિક મનુષ્ય પ્રત્યે બેદરકાર રહેવું, એટલું જ નહીં પણ તેમના પ્રત્યે સહાનુભૂતિને છાંટ પણ ન હોય તે, તે જીવન બીલકુલ ઈચ્છવા યોગ્ય નથી, કારણ કે એવું સ્વાર્થ મય જીવન અધમાધમ અને નિકૃષ્ટ ગણાય છે. આ જગતમાં જન્મ ધરીને પોતાનું પેટ કેણ નથી ભરતું? કૂતરાં અને બીલાડાં પણ તેમ કરી શકે છે. જે આપણે પણ તેમની માફક આપણું એકલાનું સુખ શોધીને બેસી રહીએ તે જનાવરમાં અને આપણામાં શું ભેદ, રહે? મનુષ્ય સર્વ જીમાં શ્રેષ્ટ પંકિતને જીવ ગણાય છે. દેવે પણ મનુષ્યના જેવું જીવન પ્રાપ્ત કરવાની ભાવના રાખે છે, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. મનુષ્યોમાં બુદ્ધિ અને ધર્મભાવના સહજભાવે હેલી હોય છે. એ બનેને અનુસરી માણસેએ પરહિતાર્થે બને તેટલો ભેગ આપવાને તત્પર રહેવું જોઈએ. આત્મભાવને વિસ્તૃત બનાવવાને માટે આ સંસાર એક શાળા સમાન છે. તેમાં સૌ પ્રથમ આપણે આપણા કુટુંબ-પરિવારના મનુષ્ય પ્રત્યે પ્રેમ રાખતાં શીખવું જોઈએ, અને ધીમે ધીમે આ નિસ્વાર્થ પ્રેમભાવને એ તે વિશાળ બનાવ જોઈએ કે જે તમે કમે મિત્રે, સંબંધીઓ તથા જગના સમસ્ત મનુષ્ય પ્રત્યે સતત વહ્યા કરે. મનુષ્ય માત્રને સહાયતા આપવી એ આપણું આવશ્યક કર્તવ્ય છે, એ વાતની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org