________________
કહી ગયા છીએ તે પણ વિસ્તૃત વર્ણન જાણવાની જીજ્ઞાસાવાળાએ તે આપ્ત પ્રણીત પ્રામાણિક ગ્રંથ દ્વારા જ તે જાણી લેવું, એવી અમારી નમ્ર ભલામણ છે. આ સ્થળે કઈ શંકા કરશે કે ભલે દેવવંદન કરવું, ધ્યાન
કરવું, અને મન:શુદ્ધિ રાખવી, એ અમારે કબૂલ પ્રતિમા પૂજા મંજુર છે, પણ દેવવંદન વેળા તથા વાનવેળા શા માટે? સન્મુખ જિનેશ્વરની પ્રતિમા રાખવાનું શું
કારણ? આને ઉત્તર સ્પષ્ટ તેમજ સરળ છે. અવલંબન વગર પ્રાથમિક ભૂમિકાવાળાઓ ધ્યાન કરી શકતા નથી. વળી ધ્યાનવિધિમાં પણ ધ્યાતા–ધ્યેય અને ધ્યાનની ત્રિપુટીનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. મૂર્તિ કિંવા પ્રતિમાજીના દર્શન માત્રથી આ કેની મૂર્તિ હશે? એમણે કેવાં ક કર્યો હશે? આપણાથી એમનામાં કઈ જાતની વિશેષતા હશે? ઇત્યાદિ પ્રશ્ન ઉદ્દભવે છે, અને એ પ્રશ્નોનું મનમાં સમાધાન થતાં કિયારૂચિ કિવા સન્માર્ગ પ્રત્યે આદરભાવ ઉત્પન્ન થાય છે. જૈન શાસ્ત્રમાં પ્રતિષ્ઠિત આચાર્યો એકી અવાજે “જિન પ્રતિમા જિન સરખી” એ ગંભીર ઘેષ કરી ગયા છે. જેવી રીતે એક અંગારવતી રમણીય મૂર્તિના દર્શન માત્રથી પ્રેક્ષકના મનમાં વિકારી વૃત્તિઓ એકાએક ઉછાળે મારી વ્હાર ધસી આવે છે, તે જ રીતે વીતરાગમૂર્તિના દર્શન માત્રથી પણ મનમાં રહેલી દિવ્ય વૃત્તિઓ પ્રબળપણે ફુરી આવે છે. આ પ્રમાણે પ્રતિમાપૂજાના સંબંધમાં જેટલું લખવા ધારીએ, તેટલું લખી શકાય તેમ છે. પણ જિનવચનને આજ્ઞારૂપ માની પ્રવર્તતા ભાવિક બંધુઓ માટે તેની વિશેષ આવશ્યકતા નથી. પ્રતિમાજીને સુગંધી દ્રવ્યોથી સ્નાન કરા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org