________________
૮ શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા. વળી સિદ્ધચક્રજીમાં અરિહંતાદિક નવ પદની અનુક્રમે પુજા કરવી તે આ પ્રમાણે:
૧ અરિહંત ૨ સિદ્ધ ૩ આચાર્ય. ૪ ઉપાધ્યાય, ૫ સાધુ ૬ દર્શન, ૭ જ્ઞાન, ૮ ચારિત્ર, ૯ તપ.
ત્રીજી શ્રી પુષ્ય પૂજા. સુગંધી સારાં ઉઘડેલાં અને પવિત્ર જળથી ધોલા, વાસી ન હોય તેવાં અખંડ ફલની સુતરના દોરા વતી ગાંઠ દઈને ગુંથેલી માળા પ્રભુના કંઠે આપવી. અને બીજા અંગપર ફલ ચડાવવાં તે વખતે નીચે ને દોહે બોલો.
શતપત્રી વર માગરે. ચંપક જઈ ગુલાબ; કેતકી ડમરે બેલ સીરી. પુજો જિન ભરી છાબ,
ચોથી શ્રી ધુપ પુજા. પાવક રાહે સુગંધક, ધુપ કહાવત સોય; ઉખેવત છુપ છણંદ, કર્મ દહન સબ હોય, ૧ ધુપ ઉખેવત જે જના, પ્રભુ આગળ બહુ માન; દુગધતા દૂર કરે, પામે અમર વિમાન, ૨ હુતાશનસેં કાષ્ટ જવું, તેમ દયાનાનલ કર્મ. તેણે વિષે છુપપુજા કરે, જિમ પામ શિવ શર્મ. ૩
પાંચમી શ્રી દીપ પુજા. દ્રવ્ય દીપક ફાનસ કરી, ભાવ દીપકને કાજ; કેવળજ્ઞાન પ્રગટ કરી, લઈએ શિવપુર રાજ,
- છઠી શ્રી રક્ષિત પુજા. પાંચમી દીપકની પુજા થઈ રહ્યા બાદ જિન ભવનમાંથી બહાર આવી મંડપમાં પ્રભુ સન્મુખ બેસી સ્વસ્તિક (સાથીઓ)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org