________________
૬૨
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ભરાવેલાં બીંબ છે. તે જીવીત સ્વામીના નામથી પ્રસિદ્ધ તીર્થમૂર્તિ છે. ધર્મશાળા છે. આ ગામની નજીક નંદન નામે વનમાં ભગવાન કાઉસ્સગ ધ્યાને રહ્યા હતા, ત્યાં ચંડકોશીક નામના નામે પ્રભુના જમણું પગના અંગુઠે ડંખ માર્યો હતો, તેને પ્રતિબંધ પમાડવાથી તે નિવપ જે થઇ અતિ ભરણ પામી દેવગતી પામ્યો. તે સ્થાનકે પ્રભુના ચરણની સ્થાપના છે (આ
ઉપસર્ગ ૧ ).
વળી બામરવાડા તીર્થની નજીક ભગવાન ધ્યાનરૂઢ થયેલા તે વખતે ગેવાળીઆઓ ભગવાનને ન જાણતાં ગાય સાચવવાનું કહી ગયેલા, ગાયો વગડામાં ચરવા ગઈ, શેવાળીઆઓએ આવી જેવું તે ગાયો ત્યાં નહી જેવાથી તેની શોધ માટે ગયા, પણ પતિ લાગે નહીં, ફરી આવી ભગવાન પાસે જોયું તો ગામે આવેલી દીઠી, તેથી રીસે ભરાયા ભગવાન કાઉસ્સગ ધ્યાને ઉભા હતા, તેમના બે ચરણ વચ્ચે ચુલો સળગાવી, હાંડલી ચઢાવી ખીર રાંધી, પરંતુ ભગવાનનાં પુન્ય પ્રભાવથી ખેંચાઇ તે ગમે ત્યાં આવેલી, તે મુખે ગવાળીઆને સમજવામાં ન આવ્યું (આ ઉપસર્ગ ૨)
વળી ભગવાન તેથી પણ માત્ર ચલાયમાન થયા નહીં, ત્યારે ગોવાલીએ ભગવાનનાં બે કાનમાં એક બીજાને સામસામે છેડે અડે એવી રીતે ખીલાઓ ઠોકી બેસાડયા (આ ઉપસર્ગ ક)
- ત્યાર પછી સીધારથ નામના શ્રાવકે મધ્યાને ખરક વૈધને જંગલમાં લઈ જઈ ભગવાનના કાનમાંથી ખીલા તાણી કહેડાવ્યા. આ મોટો ઉપસર્ગ ભગવાનને થયો, તે વખતની ભગવાનની અકસ્માત ચીસથી નાદીઆ ગામની પાસેને ડુંગર ફાટી બે ભાગ થઈ ગયો એમ કહેવાય છે, આ ડુંગરના બે ભાગ થયેલા હાલે પણ પ્રત્યક્ષ જણાય છે. (આ ઉપસર્ગ ૪) નાદીઆ ગામથી પાછું બામનવાડા આવવું. ત્યારથી આબુરેડ, ખરેડી જવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org