________________
૪૪ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, સ્વામીના દર્શન છે. () ઉપલા દહેરાસરની બાજુમાં શ્રેયાંસનાથ સ્વામીનું દહેરાસર છે. (૮) ચિંતામણી પાર્શ્વનાથનું દહેરાસર છે, અને એજ ગભરામાં રત્નની પણ પ્રતિમાજી છે, બીજા ગભારામાં ચામુખજી થા મહાવીર સ્વામીની પ્રતિમાજી ત્થા સામે શાંતિનાથ અને બાજુનામાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી છે. (૧) ઉપલા દહેરાસરની બાજુમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર છે. એક બાજુના ગભારામાં શ્રી શાંતિનાથ ત્યા બીજી બાજુનામાં શ્રીરીખદેવ સ્વામીની પ્રતિમાજી છે, ત્યા સામે દાદાજીના ચણે છે. (૧૧) ચુડીવાળી ગલીમાં હીરાલાલ ચુનીલાલની ધર્મશાળા ત્થા આદેશ્વર ભગવાનનું ઘર દહેરાસર છે. (૧૨) ચેકમાં બેહરન તેલ ગલીમાં માણેકચંદ બાબુનું બંધાવેલું મુનિસુવ્રતસ્વામીનું ઘર દહેરાસર છે.
તા, અને દીવસ અત્રે રહી તા. ૧૦ ને દિવસે સાંજરે પાંચની ગાડીમાં નીકલી સાડાસાત વાગે કાનપુર આવી પહોંચ્યા. શહેરમાં હમીનાબાદમાં પણ એક ટીકીટ ઓફીસ છે. આખો દીવસ ખુલ્લી રહે છે.
કાનપુર.
સ્ટેશન મહયું છે, અને એક જ છે. પરંતુ પાંચ રેલ્વેનું જંકશ છે (૧) એ. એન્ડ આર. (૨) બી. બી. એન્ડ સી. આઈ. (નાની લાઈન) (૩) ઈ. ઈ. રેલ્વે, (૪) જી. આઈ. પી. રેલ્વે, (૪) બી. એન્ડ ડબલ્ડી આર. દરેક રેલ્વેમાં જવાની ટીકીટે એક જગ્યાએથી થાય છે. એક જુદી છે, અને દરેકના પ્લેટ ફર્મ જુદા છે. થર્ડ ક્લાસની ટીકીટ મુસાફરી ખાનામાં થાય છે. સ્ટેશન ઉપર ઘોડાગાડી ટમટમ વિગેરેનું સ્ટેન્ડ છે. પણ રાતના વખતે ઘણી થોડી ગાડીઓ મલે છે. શહેરની અંદર વસ્તી પશુ સારી છે, તેમ ઠેરર ઈલેકટી સીટીની લાઈટ છે, અને પબ્લીક રસ્તા ઉપર ટ્રામે પણ છે. વેપારનું મથક છે, ખાસ કરીને અનાજને વેપાર ઘણે સારો ચાલે છે. અત્રે ગરમ કપડાની મીલ પણ છે. ધાબળી, રણ, વિગેરે સારૂં મેલે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org