________________
૩૦
શ્રી તીથ વર્ણન ભક્તિમાળા,
તા. ક–અહીં ત્રણ પહાડ સુધી બીલકુલ પાણી મલતું નથી. તેમ કઈ જાત્રીને નહાવાની ઈચ્છા હોય તેમણે નીચેથી કુંડમાં નાહી પૂજાની સામગ્રી સાથે લઈ ઉપર જવું. પહાડની નીચે ૧૭ ઉના પાણીના કુડે છે. જયાં આગળ વિષ્ણુનું મંદિર છે. પહાડ ઉપર બુટ સાથે પણ ચઢાય છે, પરંતુ રસ્તો બાંધેલો નથી, માટે પત્થર ઉપર ચઢતા ચઢનારને અડચણ પડે છે, એટલે ઘણુ વગર બુટે ચડે છે. ત્રીજો પહાડ ઉતર્યા પછી કારખાના તરફથી ભાર્થે આવે છે, અને ત્યાં આગળ કુવે છે, જ્યાં ફક્ત પાણી મળી શકે છે. બીજો પહાડ ચઢવાને વાસ્તે પહેલે પહાડ તદન ઉતરી જવો પડે છે. બીજે પહાડ પાછળના ભાગમાં છે.
( ૨ ) રત્નાગિરી. એ પહાડને ચઢાવ પણ બે માઈલને છે અને ઉતાર પણ ૨ માઇલ છે. ઉપર ત્રણ દહેરી છે. પ્રતિમા છે. (૨) શ્રીચિંન્તામણ પાર્શ્વનાથના ચણે છે. (૩) શ્રી સંભવનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ, તથા શ્રી પદમપ્રભુજીના પગલાં છે. અહીંથી નીચે ઉતરવાને રસ્તે પાછળથી છે. પરંતુ પાંચે પહાડ ચઢી ઉતરીએ તો આખરે રસ્તે એક થઈ જાય છે, એટલે
જ્યાંથી પહેલે પહાડ ચઢવાનું શરૂ કરીએ, ત્યાં આગળજ પાંચમાં પહાડનું નાકું આવી રહે છે. અને બંનેની તળેટી આગળજ કુડે છે તથા વિષ્ણુનું મંદીર છે.
(૩) ઉદીયાગિરી. આ ડુંગર ઉપર ચઢવા માટે બીજે પહાડ ઉતર્યા પછી, લગભગ ભાઈને આસરે સપાટ રસ્તે ચાલવું પડે છે. ચઢાવ સાધારણ ઉમે છે. પરંતુ હું કે છે, એટલે લગભગ દોઢ માઈલ છે. અને જે રસ્તેથી ચઢીએ, તે જ રસ્તે પાછું નીચે આવવું પડે છે, અને ત્યાંજ તળેટી આગળ ભાથું વહેંચવામાં આવે છે. ત્યાં આગળ મકાનની સવડ નથી, પરંતુ એક ઝાડ નીચેજ મુકામ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org