________________
શ્રી તીર્થ વન ભક્તિમાળા, તા. ૧૩-૧૨-૨૦ને દીવસે આંકેલાથી નાગપુર જવા માટે રાતની ગાડીએ બેસી સવારે તા. ૧૪-૧ર-ર ને દીવસે સાડાસાત વાગ્યે નાગપુર સ્ટેશને આવી પહોંચ્યા. ભાડું રૂ. ૨-૮-૦
નાગપુર
સ્ટેશનથી ધર્મશાળા એક માઈલ ઉપર આદિતવારી પંડમાં આવેલી છે. સ્ટેશન ઉપર ટાંગાઓ, ગાડાઓ વગેરે મલે છે. ધર્મશાળામાં બીજી કોઈપણ રીતની સવડ નથી. ફક્ત ચેકમાં નળ છે. ધર્મશાળાની બાજુમાંજ “શ્રેયાંસનાથ મહારાજનું પંચાયતી દહેરાસરજી છે; અંદર એક નાની દહેરીમાં મહાવીરસ્વામીની રત્નની પ્રતિમાજી છે, તેમ બાજુમાં ચામુખજીની પ્રતિમાજી છે. અંદર જતાં પગથી ઉપર તેમ મંડપમાં જુના વખતના સીક્કાઓ ચોડવામાં આવ્યા છે. દહેરાસરજીમાં ન્હાવા દેવાની, તેમ પૂજાના કપડાં વગેરેની સારી સેઈ છે. ધર્મશાળાથી થોડે દુર બીજું એક આદેશ્વર ભગવાનનું દહેરાસરજી છે.
શહેર મહોટું વસ્તીવાલું તેમ દરેક વસ્તુઓથી ભરપુર છે. શહેરની અંદર ત્રણ ચાર મીલે પણ છે, તેમ કોરટ પણ નાગપુરમાંજ બેસે છે. સ્ટેશનથી ત્રણ માઈલ ઉપર એક “યુઝીયમ” છે તે અહીંના લોકો “ અદભુત બાગ ” કરીને કહે છે, જેમાં ઘણાખરા દેશની કારીગીરીએ, હથીઆર, કાપડ વગેરે ધણી વસ્તુઓને સંગ્રહ કીધો છે. તે ઉપરાંત બ્રાહ્મણ કુટુંબને જન્મથી મરણ પર્વતની અંદગીને આબેહુબ ચિતાર આપ્યો છે; વલી મરેલા જાનવર સાથે જીવતાં દરેક જાતના ઝેરી સાપ, અજગર, મગર વિગેરે સંગ્રહસ્થાનમાં છે.
આગલ દશ મીનીટ જેટલો રસ્તો કાપતાં “ મહારાજા બાગ” કરીને આવે છે. જેની અંદર રાજા સાહેબને બંગલે છે; સામે ઘણી ખરી જાતના ઝાડ, વેલાઓ વગેરે એક મોટા જબરજસ્ત બગીચાના રૂપમાં રાખવામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org