________________
શરણની ઝંખના હે દેવાધિદેવ પરમાત્મા મહાવીરસ્વામી!
આપે અતિ આકરા તપ તપીને, અનેક અસહ્ય સંકટ અદીનભાવે સહન કરીને અને ઝંઝાવાત જેવી કષ્ટમય સાધનાને સફળ બનાવીને જીવનના અમૃતસમું પરમાત્મપદ પ્રાપ્ત કર્યું હતું,
પરમ ઉપકારી તીર્થંકર પ્રભુ!
આપને પ્રાપ્ત થયેલ એ અમૃતરસનું જગતના જીવોને પાન કરાવવા માટે આપે, ધર્મતીથની સ્થાપના કરીને, દિવ્ય પરબ બેસારી હતી, એ પરબના અમૃતરસનું પાન કરીને કેટકેટલા પામર આત્મા પરમાત્મભાવનું વરદાન મેળવીને ધન્ય બની ગયા,
હું વિતરાગ દેવ! આપનો જય થાઓ !
~
*
~
~
*
હે જગતના નાથ! હે જગતના ગુરુ! હે જગતના માર્ગદર્શક! હે જગતના શરણ! હે ધર્મના દાતા! હે ધર્મના નાયક! હે ધમસામ્રાજ્યના ચક્રવતી ! આપને અમારા અંતરના વંદન હો!
હે કરુણાના સાગરસ્વામી! અમારા જેવા દીન-દુ:ખી
જીવોને સદાય આપના ચરણેનું શરણ હેજે! હે ધર્મના સારથી! આપ બતાવેલ ધર્મપંથ અમારે કવનપંથ બનો! ૭ વંદનાભિલાષી : જયંતિલાલ આર. શાહ, મુંબઈ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org