________________
ભાગને આવરી લઈ શકે એટલી વિપુલ છે, એ દવે અમારાથી થઈ શકે એમ નથી એ અમે જાણીએ છીએ અને સ્વીકારીએ છીએ; કદાચ એ “પાશેરામાં પહેલી પૂણી” જેવી ઓછી અને અધૂરી ગણાય એવું પણ બને. આ અંગે અમારે તે એટલું જ કહેવાનું છે કે આ માહિતી વધુમાં વધુ પ્રમાણમાં એકત્ર થઈ શકે એ માટે અમે અમારાથી બની શકે તેટલે પ્રયાસ કરવામાં કશી કચાશ નથી રાખી. અને આ બિન જ અમને છેડેક પણ સંતોષ આપી શકે એમ છે.
તે ઝડપથી તૈયાર કરેલ આ અંકમાં કોઈ હકીક્ત દોષ કે મુદ્રણદોષ રહી જવા ન પામે એ માટે અમે બનતી તકેદારી તે રાખી છે. છતાં એમાં આવા દે રહી જવા પામ્યા હોય એ બનવા જોગ છે. અને એ માટે અમે ક્ષમાયાચીએ છીએ. - આ માહિતી એકત્ર કરવામાં જે કંઈ ઊણપ રહી જવા પામી છે તેનાં અનેક કારણ છે. જેમની પાસેથી માહિતી મળી શકે એમ હોય એવી વ્યક્તિઓ પાસે અમે પહોંચી શક્યા ન હઈએ એવું પણ બન્યું હોય. અને જે જે વ્યકિતઓ તથા સંસ્થાઓ પાસે અમે સહાય માગી હતી એમની પાસેથી અમને જરાય સહાય મળવા નથી પામી કે અધૂરી સહાય મળી છે, એવું પણ બન્યું છે. આ છતાં અમારા પ્રયાસને પરિણામે અમે જે કંઈ માહિતી અને સામગ્રી મેળવી શક્યા છીએ તે પણ કંઈ ઓછી નથી. અમારી વિનતિથી આ રીતે અમને સહાય કરનાર બધા મહાનુભાવોને તથા બધા સંઘને તથા બધી સ સ્થાઓનો અમે અંતઃકરણથી આભાર માનીએ છીએ.
અમને મળેલ માહિતી અને સામગ્રી પણ એટલા મોટા પ્રમાણમાં એકત્ર થઈ છે કે એનું અવેલેકિન, સંપાદન અને સંકલન કરતી વખતે આમાંથી શું લેવું અને શું ન લેવું એવી મીઠી મૂંઝવણને અનુભવ કરવાનો અને આવા ઉમદા અને ઉપયેગી કામના સાથી બનવાને અમને સુઅવસર મળે છે એને અમે અમારી ખુશનસીબી માનીએ છીએ.
આ વિશેષાંક પૂરે થવાની તૈયારીમાં છે અને છેલા રૂપ-રંગ સજી રહ્યો છે ત્યારે અમારા એક નિષ્ઠાવાન અને કાર્યદક્ષ સાથી સાહિત્યરંગી ભાઈશ્રી ધીરેન્દ્રભાઈ દોશીની ગેરહાજરી અમારા હદયને શોકમગ્ન અને દુખી બનાવે છે. જ્યારે આ વિશેષાંકની શરૂઆત કરવામાં આવી, એ વખતે પણ શ્રી ધીરેન્દ્રભાઈની તબિયત નાદુરસ્ત હતી, છતાં એમણે પિતાની અસ્વસ્થ શરીરની પરવા કર્યા વગર, જાણે કાયાને નિચેવી નિચોવીને, આ અંક માટે એકત્ર થયેલી વિપુલ કાચી સામગ્રીને વ્યવસ્થિત અને મુદ્રણને ગ્ય કરવામાં જે જહેમત ઉઠાવી હતી તે આજે વારે વારે સાંભરી આવે છે અને ચિત્તને વિશેષ ઉદાસીન બનાવી મૂકે છે આ અંક માટેની એમની સેવાઓ ભૂલી ભુલાય એમ નથી. અમે એમની એ સેવાઓને અમારી અંજલિ આપીએ છીએ અને અમારાથી સદાને માટે વિખૂટા પડેલા એમના આત્માને દિલની સલામી આપીએ છીએ!
આ ઉજવણીનો વ્યાપક અને સર્વગ્રાહી અહેવાલ તૈયાર થાય એ ખૂબ ઈચ્છવા જેવું છે, પણ એવા મોટા કામની જવાબદારી સ્વીકારવાની હિંમત કરીને કે ઈ આગળ આવે ત્યારે ખરા દરમ્યાનમાં જૈન પત્રના તંત્રીશ્રીની ભાવનાને પૂરી કરવા માટે, અમે તૈયાર કરેલ આ “માહિતી-વિશેષાંક” પણ આ પુણ્ય અવસરની ઉજવણી સર્વત્ર કેટલા મોટા પાયા ઉપર એક વર્ષ કરતાં પણ વધુ સમય માટે થઈ હતી, અને એ કેવી ભવ્ય, અતિહાસિક, હૃદયસ્પર્શી, જૈનશાસનની વ્યાપક પ્રભાવના કરનારી અને ચિરસ્મરણીય બની હતી, એનો ખ્યાલ જનસમૂહને આપી શકાશે એવી અમને ઉમેદ છે; અને એ જ અમારા આ અદના પ્રયાસની કૃતકૃત્યતા છે. ભાવનગર; તા. ૨-૫-૭૬ અક્ષયતૃતીયા પવ, વિ. સં. ૨૦૩ર
– સંપાદક મંડળ બાર ]
[માહિતી વિશેષાંક
0
0
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org