________________
તીવ્રતાપપહત,
પાન્થજનાન્નિદાથે, પ્રસુતિ પદુમસરસ:
સર નિલપિ nળા અર્થ - જિનેશ્વર પરમાત્મા ! અચિન્ય મહિમાવાળું આપનું સ્તવન દૂર રહો. આપનું નામ પણ ત્રણ જગતનું ભવ (સંસારભ્રમણ ) થકી રક્ષણ કરે છે. ગ્રીષ્મઋતુના પ્રચંડ તાપથી આકુળ-વ્યાકુળ થયેલા પ્રવાસીઓને કમળવાળા સરોવરને સૂફમ જળકણવાળે ઠડે પવન પણ ખુશ કરે છે, તો પછી પાણીની શી વાત ? તેમ આપનું નામ પણ ભવભ્રમણ ટાળે છે, તો પછી આપના તવનનો મહિમા તો શું વર્ણવીએ ?'
આવા અચિન્ય પ્રભાવશાળી, વિશ્વોપકારી ૨૪ તીર્થકર ભગવંતોનાં નિત્ય સ્મરણય નામ લેગસમાં છે. અને તેની રચના એવી ખૂબીવાળી છે કે શ્વાસના આરોહ-અવરોહને તાલબદ્ધ રાખીને સ્મરણ કરવામાં આવે છે, તે નાભિ, હદય અને બ્રહ્મરંધમાં અપૂર્વ લહેર સંચરે છે. જાણે કે સાક્ષાત્ શ્રી અરિહંત પરમાત્માના કરકમળને સ્પર્શ ન થયે હોય. - આ સૂત્રને પહેલે “લોગસ્સ” શબ્દ જ્યારે પણ ઉચરું છું. ત્યારે કસોટીના પત્થર પર થતા કુંદનના ઘસારા જે કર્મ હસ થતો સંવેદાય છે.
આ સમગ્ર સૂત્ર એટલું ગહન, માર્મિક, તાવિક પરમાત્મ ભાવમય છે કે તેમાં રમણતા કરવાથી ભાવ-આરોગ્ય,
.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org