________________
૪
છ પ્રકારના અભ્યંતર તપમાં પ્રાયશ્ચિત્ત એ પહેલા નખરનો તપ છે, તે કાઉસગ્ગ યાને કાચેત્સગ એ છેલ્લા નખરને તપ છે. તેને તાત્ત્વિક અથ કાયાને વેસિરાવી દેવી તે છે.
સંસારી જીવને કિંમતી હીરા-માણેક કરતાં પણ પેાતાની કાયા વધુ કિંમતી લાગે છે. માટે કોઈ લૂટારો તેને ભેટી જાય છે તે તેને પેાતાના અલંકારાદિ આપીને વિનતી કરે છે કે, ' ભાઈ ! મને મારીશ નહિ?
એટલે કાયાની માયાને, મેહને તેમજ પ્રીતિને પેાતાની સાત ધાતુ, દસ પ્રાણ અને સાડાત્રણ કરોડ રૂ'વાડામાંથી સર્વથા નાબૂદ કરવાની ઉત્તમ આધ્યાત્મિક સાધનાના અંગભૂત કાચાસને સ્વય' શાસનપતિએ અપનાવ્યો છે.
યથાર્થ કાર્યાત્સગની પાત્રતા કેળવવા માટે દેહાધ્યાસ પાતળા પાડવા જોઈ એ. દેહાધ્યાસને પાતળા પાડવા માટે આહાર-નિદ્રાને પાતળા પાડવાં પડે, આહાર-નિદ્રાને પાતળાં પાડવાં માટે આયંબિલ આદિનો તપ અને મત્રાધિરાજ શ્રીનવકારનો જપ નિયમિત કરવો જોઈ એ.
આ તપ-જપની ઉંમ્મા અને પ્રભાથી આંતરપ્રાણોની પવિત્રતા વધે છે, એટલે ત્યાંથી દેહાધ્યાસ દૂર થાય છે અને આત્મભાવ સ્થાન જમાવે છે.
કોઈ પણ ધર્માંરાધક જ્યાં સુધી એમ ખેલતા કે માનતા હોય કે, ' મને ભૂખ નથી લાગતી. મને ઊંઘ નથી આવતી, ત્યાં સુધી તે હજી દેહભાવમાં જીવે છે, એમ સ્વીકારી લેવું પડે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org