________________
જતે હોય તે આપણું તે પ્રતિક્રમણ સાવ ઉપલક ગણાય. અંત:કરણપૂર્વકનું ન ગણાય.
આપણે પ્રતિક્રમણ શા માટે કરીએ છીએ?
–તે કે પાપથી નિવૃત્ત થઈને ધર્મમાં પ્રવૃત્ત થવા માટે. - અનંતજ્ઞાની ભગવંતોએ પ્રતિકમણ સૂત્રની જે સંકલના કરી છે, તે એવી અજબ ખૂબીવાળી છે કે જે આપણે તેમાં ખરેખર ઓતપ્રેત થઈ એ તે મેહરૂપી મલ્લની હાલત મગતરા જેવી થઈ જાય. અર્થાત પછી આપણને અસત્ય બેલતાં તમ્મર આવી જાય. આ પણ જીભ થોથવાય. જ્યારે ધર્મકાર્ય સાવ સરળતાથી કરી શકાય. - શ્વાસ લેવાની જે સ્વાભાવિક પ્રક્રિયા ચાલે છે, તે જ રીતે ધર્મધ્યાન આપણા સ્વભાવમૂલ બનવા માંડે. આર્તધ્યાન આપના ચિત્તની ગરિમાને સ્પશી ન શકે. ' પણ ખાટલે મોટી ખોડ એ છે કે–આત્મવિયને કુરાયમાન કરનારા પ્રતિક્રમણ સૂત્રોના અર્કને, આપણે બજારૂ વસ્તુને આપીએ છીએ તેટલો પણ ભાવ આપી શકતા નથી.
આપણે બધે ઉત્તમ ભાવ ભવ પરંપરાનાશક ધર્મને હસે હેસે આપવાને બદલે, ભવપરંપરાવર્ધક રાગ-દ્વેષને હસે હસે આપતા રહીશું, ત્યાં સુધી પ્રતિક્રમણનો પાવનકારી પ્રકાશ, આપના આત્મ પ્રદેશમાં ભાવ–માલિન્ય સુધી નહિ પહોંચી શકે.
સ્નાન કરીને દેહને શુદ્ધ કર્યા પછી તેના ઉપર કોલસે ઘસનારો મૂર્ખ ગણાય છે. તેમ પ્રતિક્રમણ દ્વારા આંતરિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org