________________
પ્રતિક્રમણ દ્વારા આપણે શિવપદના ઉમેદવારની આગવી પાત્રતા ખીલવવાની છે.
જે કટાસણું ઉપર બેસીએ છીએ, તેને મેબાઈલ ( Mobile) (હાલતી–ચાલતી) સિદ્ધશિલા સમજવાની છે.
મુહપત્તિને શુકલ લેશ્યાનું પ્રતીક ગણવાની છે,
ઘા યા ચરવળાને ભાવશુદ્ધિપ્રદ શક્તિને પર્યાય સમજવાને છે.
સપાટી ઉપરના તકલાદી જીવનને મઠારવાના મેહમાં આપણે આત્માને અજવાળવાની જિનાજ્ઞા સાવ વિસરી ગયા છીએ, એમ કહેવામાં લવલેશ અતિશયોક્તિ નથી.
–નહિતર કર્મદાસત્વ આપણું રૂંવાડે રૂંવાડે આગ લગાડ્યા સિવાય ન રહ્યું હેત. “મને દુઃખ મંજુર છે. પાપ હરગીઝ નહિ.” એ આપનું જીવનસૂત્ર હોત.
પ્રતિક્રમણ કરનારા પુણ્યશાળીને પેટ ભરવા માટે પણ પાપ કરવું પડે, તે પિશ–પોશ આંસુએ રૂએ તે પછી એ પટારા ભરવાની ઘેલછાને તે તિલાંજલિ જ આપે ને?
ઐહિક સુખના આશયને આપણા જીવનમાં અગ્રીમતા આપીશું, તે શ્રી જિનેશ્વર પરમાત્માના સકળ સત્ત્વહિતાશયને જાકારો દેવાના મહાપાપના ભાગી બનીશું.
- પરમ દયાળુ શ્રી જિનેશ્વર પરમાત્માને પ્રિયતમ આત્માને પાપને ડાઘ લગાડીને આપણે એ પરમ તારકને તિરસ્કાર નથી કરતા શું ?
આષાઢી વિજળીના ઝબકારામાં સેયમાં દોરો પરોવવાનો લાભ લઈ લેવાને બદલે આડીઅવળી વાતમાં આયુષ્ય વ્યર્થ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org