________________
૧૩૩
છે. જેને પિતાના આત્માનો સંસારવાસ ઝડપથી ખત્મ કર છે, તે પુણ્યાત્માને તે બે કલાકનું પ્રતિક્રમણ પણ ટુંકું લાગે છે. . પ્રશ્ન-૫ : પ્રતિકમણની ક્રિયામાં છ આવશ્યકની શી જરૂર છે ?
જવાબ-પઃ પ્રતિક્રમણ જેમ સામાયિકનું અંગ છે, તેમ બીજા આવશ્યક પણ સામાયિકનાં અંગો છે. અંગ વગર અંગી ખોડો લાગે છે, એટલું જ નહિ, પરંતુ તે અંગ વગરની લાચાર દશામાં શેષ જીવન રોઈ રોઈને પૂરું કરે છે. તે જ રીતે જે સામાયિકના અંગભૂત પ્રતિક્રમણમાંથી છ પૈકી કોઈ એક આવશ્યક પણ બાકાત કરી દેવાય તો સામાયિક ખોડંગાય તે નિર્વિવાદ હકીકત છે.
પ્રશ્ન-૬ઃ એક પ્રતિકમણું” ને બદલે પાંચ પ્રતિક્રમણ કેમ રાખ્યાં ?
જવાબ–૬: પાંચ પ્રતિક્રમણ રાખ્યાં નથી, પણ ખરેખર છે જ.
(૧) દેવસિય (૨) રાઈ (૩) પાક્ષિક (૪) ચાતુર્માસિક (૫) સાંવત્સરિક.
આ પાંચ પ્રતિકમણનું આયેાજન સ્વયં શ્રી શાસનપતિએ, આ પાંચમાં આરાના આ ક્ષેત્રના જીના આત્યંતિક હિતના આશયથી કર્યું છે.
એ કઈ જૈન ભાગ્યે જ હશે કે જે સંવત્સરી – પ્રતિક્રમણ ન કરતો હોય અને એ કેઈ બારવ્રતધારી સુશ્રાવક ભાગ્યે જ હશે કે જે ઉક્ત પાંચે પ્રતિક્રમણ ન કરતે હાય, જ્યારે પૂ. સાધુ, સાધ્વીજી મહારાજે તે નિયમાં કરે જ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org