________________
૧૨૮ ‘નિસીહિ કહેતાં અવગ્રહમાં પેસે તે એક અને બીજી વારનું ગણતાં બે, એ રીતે કુલ ૨૧ થયાં.
આવસિસઆએ” એ પદ કહેતાં અવગ્રહથી પાછા નીકળવું એ ૨૨, કારણ કે બીજી વારના વાંદણે બહાર નીકળવાનું હેતું નથી.
અને મન (ર૩), વચન (૨૪) અને કાયાને (૨૫) યોગો સ્થિર રાખવા-આ રીતે સુગુરુ વંદના સૂત્રમાં ૨૫ આવશ્યક વાંદણાનાં થયાં. તે વાંદણું દેતાં ધ્યાનમાં રાખવું જોઈએ.
પ્રતિક્રમણ-સૂત્રોનું આત્મશુદ્ધિમાં જેટલું ઉપકારક મહત્વ છે, તેટલું જ તેની વિધિનું પણ છે.
એટલે અહીં વિધિનું વિવરણ કર્યું છે. આ સમગ્ર વિધિ આત્માન કર્યગ્રસ્ત પ્રદેશોમાં અપૂર્વ ઝંકાર પિદા કરવાની ક્ષમતાવાળી છે. યોગના આઠ અંગેનો અનાયાસે અભ્યાસ પમાડનારી છે. ક્ષિપ્તવિક્ષિપ્ત ચિત્તને ધીમે ધીમે સુલીન’ બનાવનારી છે. અહિતકર બહિર્મુખતાને નાથનારી છે.
માટે જ તેના બહુમાનમાં શાસ્ત્રો અને શાસનપતિનું સાચું બહુમાન સમાયેલું હોવાનું ઉપકારી ભગવંતો સ્પષ્ટપણે ફરમાવે છે.
એટલે વિધિને સહેજ પણ ઓછી આંકીશું તે પાપરસિકતાને ઓ છે ઘસારે પહોંચશે અને પ્રતિકમણના શાસ્ત્રોક્ત પરિણામથી વંચિત રહીશું.
વધુ શું કહું ? આ ભવને ચરમભવના બીજરૂપ બનાવવાની ઉત્કૃષ્ટ અભિલાષા પ્રત્યેક આરાધકના સમગ્ર મનમાં પૂનમના ચન્દ્રની જેમ ઝળહળે! X X
X
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org