________________
૧૦૭
જે ક્ષેત્રમાં રહીને આપણે રત્નત્રયીની આરાધના કરતા હોઈએ છીએ, તે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવને ક્ષેત્રદેવતા કહેવાય છે. આ ક્ષેત્રદેવતા રત્નત્રયીના આરાધકને અંતરાયભૂત ન થવારૂપ સહાય કરતાં હોય છે. અને તેણે પણ માથે ચઢાવવાની જ્ઞાની ભગવંતની આજ્ઞા આરાધક ભાવની સફળતા માટે જરૂરી, કૃતજ્ઞતા આદિ ગુણની પુષ્ટિમાં સહાયક ગણીને ફરમાવેલી છે.
કેટલાક વિચારકેનું એમ માનવું છે કે ક્ષેત્ર દેવતાને રીઝવવાની શી જરૂર ?
પણ અહીં મુખ્ય મુદ્દો ક્ષેત્ર દેવતાને રીઝવવાને નથી, કિન્તુ આરાધક ભાવની પુષ્ટિમાં અચૂક સહાયક ક્ષેત્ર દેવતાને કૃતજ્ઞભાવ વ્યક્ત કરવાનું છે. એટલે જ બુદ્ધિનિધાન પૂર્વાચાર્ય ભગવંતોએ સ્વાદુવાદગર્ભિત આ વિધાન કર્યું છે.
પછી બે વાંદણું દેવાનાં છે. અહીં પચ્ચખાણ આવશ્યકપૂર્ણ થાય છે.
ત્યારબાદ છ આવશ્યક સંભારવાનાં છે અને ગુરુજીનું અનુશાસન ઈચ્છવા માટે “ઈચ્છામે અણુસ”િ કહી. ગુરુ મહારાજની હિતશિક્ષા બદલ તેમજ પ્રતિક્રમણ હેમખેમ પૂરું થયું તે બદલ આનંદ વ્યક્ત કરવા માટે “નમોસ્તુ વર્ધમાનાર બોલાય છે.
બહેને સંસારદાવાની સ્તુતિ કહે છે. કારણ કે નમોસ્તુ” “નમોડત’ ‘વિરાટ સ્ટોરર' એ ત્રણ સૂત્રો પૂર્વાન્તગત છે, તેથી બહેને કહેતાં નથી.
ત્યારબાદ ઉત્કૃષ્ટકાળે વર્તતા ૧૭૦ શ્રી જિનેશ્વર પરમાત્માને વાંદવા વરકનક કહી, ચાર ખમાસણુપૂર્વક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org