________________
૧૦૫ માટે જરૂરી દેહસંયમ આદિનું શિસ્તબદ્ધ પાલન કરવું તે છે.
સત્તર સંડાસા પંચાંગ પ્રણિપાત વખતે પાંચ અંગોને ભૂમિ ઉપર સ્પર્શ કરાવવો. જે જે અંગે સાણસીની માફક વળે છે, તે–તે ઠેકાણે જીવોની વિરાધના અટકાવવા ૧૭ ઠેકાણે પ્રમાર્જના કરવી. જોઈએ. તેથી તેનું નામ ૧૭ સંડાસાપ્રમાજના છે. (સંદશક = સાણસી)
(૩) પાછળ ત્રણ વખત જમણે પગે, વચ્ચે, અને ડાબે પગે (૩) અવગ્રહમાં પ્રવેશ કરવાની ભૂમિ ઉપર (૩) જમણું કપાળેથી ડાબા હાથ ઉપર થઈ તેની કણી સુધી (૧) ડાબા કપાળેથી જમણે હાથ ઉપરથી તેની કોણી સુધી (૧) ચરવળા ઉપર મસ્તક નમાવવાને સ્થાને (૩) અને (૩) ઊભા થઈ પહેલે પગ મૂકવાને સ્થાને.
પહેલાં નવ ચરવળાથી, પછીના પાંચ મુહપત્તિથી અને છેલ્લા ત્રણ ચરવળાથી કરવાના છે.
આમ આ પ્રમાજના પ્રક્રિયા સ્વ–પર ઉભયના દયાના અંગભૂત છે.
પછી સૂક્ષ્મ રીતે પાપ આલેચવા માટે ઈચ્છામિ ઠામિ કાઉસગં, સાત લાખ, અઢાર પાપસ્થાનક, સવ્વસવિ, વંદિત્ત આદિ સૂત્રો બેલાય છે.
આ બધાં સૂત્રો બેલતાં, જેવા સંકલિષ્ટ અધ્યવસાય પાપ બાંધતી વખતે સેવ્યા હોય, તેવા વિશુદ્ધ અધ્યવસાયથી પાપની આલોચના થાય, તે પાપ પ્રતિક્રમણ વૃત્તિ બળવાન બને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org