________________
૨૮
માધ્યમ છે. તેના વડે દેવાધિદેવના નામ-નિક્ષેપ સાથે અભેદતા કેળવવાને સુસંસ્કાર સુદઢ થાય છે. ને તે પછી બેલાતા “જકિંચિ” સૂત્ર દ્વારા આપણે સ્વર્ગ, પાતાળ અને મૃત્યુલોકમાં રહેલ સર્વ જિન પ્રતિમાને એને વંદન કરીએ છીએ. તેના પ્રતાપે સ્થાપના નિક્ષેપના તારક સ્વભાવમાં નિષ્ઠા સુદઢ થાય છે.
દેવાધિદેવને આત્મા ચરમભાવ પૂર્વેના ભવથી આવીને માતાની કુક્ષિમાં અવતરે છે ત્યારે કેન્દ્રનું સિંહાસન ડોલવા માંડે છે. એટલે શકેન્દ્ર તત્કાલ અવધિજ્ઞાનને ઉપયોગ મૂકીને તેનું કારણ જાણું લે છે. તે કારણે જ્યારે બીજું નથી હોતું, પણ દેવાધિદેવ માતાની કુક્ષિમાં અવતર્યાનું હોય છે એટલે તત્કાલ અપૂર્વ ઉમંગે, સિંહાસન ઉપરથી નીચે ઉતારી, પ્રભુજીના જન્મક્ષેત્રની દિશામાં સાત ડગલાં ભરી, રત્નજડિત એસથી ભૂમિ પ્રમાઈ ચૈત્યવંદન મુદ્રા ધારણ કરી, ભક્તિભાવભીના હૈયે “નમુત્થણુંબેલે છે. તેથી “નમુત્થણું ”ને
શકસ્તવ” પણ કહે છે. . આ સૂત્રમાં શ્રી તીર્થંકર પરમાત્માના ત્રિભુવન ક્ષેમકર સ્વભાવનું લેકોત્તર સ્વરૂપ એટલી અદ્દભૂત રીતે પ્રતિષ્ઠિત થયેલું છે કે તેની વિધિ–બહુમાનપૂર્વક નિત્ય બે ઘડી સ્વાધ્યાય કરનાર પુણ્યાત્મા શ્રી તીર્થંકર નામકર્મની નિકાચના કરી શકાય એટલા અમાપ શુભ પુણ્યનો ભાગી બની શકે છે.
આ સૂત્રમાં શ્રી તીર્થંકર પરમાત્માના દ્રવ્ય અને ભાવ ઉભય નિક્ષેપ સમાયેલા છે.
મારા અનન્ય ઉપકારી ગુરુદેવે મને એકવાર કહેલું કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org