SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનભક્ત શ્રી ઘંટાકર્ણ મહાવીર પૂજા દોહા પરબ્રહ્મ પરમાતમા, મહાવીર જિનરાજ; ઈન્દ્રા દિક પૂજે સદા, સર્વદેવ શિરતાજ. ચોવીશમાં તીર્થંકર, વિશ્વોદ્ધારક દેવ; સર્વ દેવને દેવીઓ, કરતી પ્રેમે સેવ. યક્ષયક્ષિણી યોગીની, પ્રભુ પદ ધ્યાવે બેશ; બાવનવીરો સેવતા, ટાળે ભાવીના કલેશ. સર્વ વીરમાં શ્રેષ્ઠ જે, મહાવીર શિરદાર; ઘંટાકર્ણ વિરાજતા, પ્રભુભક્તિ અવતાર. પરમાતમ મહાવીરના, પરમભક્ત બલવંત; ઘંટાકર્ણ પ્રસિધ્ધ છે, સહાય ; કરે ગુણવંત જિનવર મહાવીર દેવના, ભક્તો નર ને નાર; તેઓના સંકટ ટળે, સમરે સહાય થનાર. સમ્યગ્દષ્ટિ ભક્ત છે, ઘંટાકર્ણ મહાવીર; સાધર્મિક ભક્તિ કરે, પ્રગટે આતમ ધીર. સાધર્મિક મહાવીરની, પૂજા ગૃહી નરનાર; કરતાં સમક્તિ નિર્મળું, ધરતાં ધરી દિલ પ્યાર. ત્યાગી મુનિવર કારણે, ધર્મ પ્રભાવના હેત; મંત્ર સ્મરે ગુણ બોલીને, ધર્મ વૃદ્ધિ સંકેત. ધર્મી રાગી સમકિતી, વીર કરતો સહાય. સમ્યગ દષ્ટિ ધર્મીને, સંકટ આવ્યા જાય. ધૂપને દીપક પુષ્યની, સુખડી પૂજા સાર; સુવર્ણ આદિ વરખથી, પૂજા છેશ્રીકાર. ૫૫ Jain Educationa International For Personal and Private Use Only ૨ ૫ ૧૦ ૧૧ www.jainelibrary.org
SR No.005346
Book TitleGhantakarn Mahavir Dev
Original Sutra AuthorN/A
AuthorMahudi Jain Shwetambar Murtipujak Trust
PublisherMahudi Jain Shwetambar Murtipujak Trust
Publication Year1998
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy