________________
દુર્વ્યસનોને દૂર નિવારો, ટાળો દુષ્ટાચારો જિનવર૦ ૧ અસંખ્ય સુરાસુર ઈન્દ્રાદિક સહુ, પ્રણમે મહાવીર પાયા; ગૌતમ આદિ ગણધર મંગલ, કરશો શાંતિ શાંતિ શાતા. જિનવર૦ ૨ પરબ્રહ્મા મહાવીરને પ્રણમું, મહાવીર વિશ્વના ત્રાતા; મહાવીર નામે જ્યાં ત્યાં મંગલ, મહાવીર મંગલરાયા. જિનવર૦ ૩ સ્થૂલભદ્રાદિકમુનિવર સર્વે, સંકટ દુઃખનિવારો; સંઘ ચતુર્વિધ મંગલરૂપી, કરશો વિશ્વોદ્ધાર. જિનવર૦ ૪ સર્વતીર્થરૂપ જૈન ધર્મ છે, જ્યાં ત્યાં મંગલકારી, ઉપસર્ગોને વિઘ ટળો સહુ, ટળો દુર્ભિક્ષને મારી. જિનવર ૫ સર્વ વિશ્વમાં શાંતિ થાશો, ધર્મી બનો નરનારી; મનુષ્ય પશુપક્ષી જીવ સઘળા, શાંતિ લહો સુખભારી. જિનવર ૬ ૐ હ ઘંટાકર્ણ મહાવીર, જાગતો કલિકાલે; જૈન સંઘની વહારે ચડતો, સ્મરણ કરે દુઃખ ટાળે. જિનવરો ૭ % હીં માણીભદ્રમહાવીર, જૈન સંઘ રખવાળા, મૃત્યુ થતાં આવો, કરશો મંગલમાલા. જિનવર ૮ થાશો સુવૃષ્ઠિ સર્વદેશમાં, રોગ ઉપદ્રવ નાણા; ધર્મિ બનો જ લોકો સર્વે, થાશો પુણ્ય પ્રકાશો, જિનવર૦ ૯ પુણ્યધર્મ કરવાથી મંગલ, મહાવીર આણા ધારો; જૈનધર્મ સેવ્યાથી મંગલ, જ્યાં ત્યાં પ્રગટે અપારો. જિનવર૦ ૧૦ સાધુસંઘની સેવાભક્તિ, સર્વથા મંગલકારી; પરમેષ્ઠીમહામંત્રના જાપે, મંગલ આનન્દભારી. જિનવર૦ ૧૧ ચારનિકાય દુષ્ટ દેવ ને, ઉપશાંતિને પામો; શત્રુદુષ્ટગણ ઉપશમી જાઓ, સિદ્ધિ થશો શુભકામો. જિનવરો ૧૨
૪૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org