________________
સૃષ્ટિવિરૂદ્ધ કર્મ કરનારા વગેરે કહેવાથી તેઓ પર જનતાને શંકા પડે તથા એક બે શ્રાવકોની સાથે વાતો કરતા હતા, એમ કહીં આળ ચઢાવવાં કે જેથી તેઓ કોમમાં હલકા પડે અને સામા પડે નહીં તથા ડરી જાય અને આબરૂહીન થઈ જાય, આવી જાતની કેટલીક નિંદક ટોળીઓ ઉભી થઈ છે અને તે રશિયન બોલ્સેવિકો જેવી અંતરથી હિંસક છે અને બહારથી અહિંસાનો સિદ્ધાંત જણાવે છે. તેઓ નાતજાત ધર્મ વગેરેના માર્ગોનો નાશ કરવા ઇચ્છે છે. એવા કેટલાક નાસ્તિક જૈનો ઘણા વાચાળ અને કુતર્કી હોય છે, કે જેઓની આગળ ભોળા વિદ્વાન જૈનો હારી પણ જાય, તેથી તેઓના વિચારોનો વિશ્વાસ ન રાખવો.
જિનેશ્વર ભગવાનની પ્રતિમાને વસ્ત્રાભૂષણો સજાવવામાં જૈનશાસ્ત્રોમાં પાઠો છે. સાધુઓ, ધર્મગુરુઓ, ચંદરવા પૂઠીયાવાળી પાટ પર બેસી વ્યાખ્યાન વાંચે છે. તેમાં ચંદરવા પૂઠીયા વગેરેથી ગુરુની શોભા ભક્તિ કરવામાં તથા ગુરુ પ્રવેશ મહોત્સવ વગેરેમાં જેઓ વાંધા લેતા નથી, તેમ વીતરાગ દેવની પ્રતિમાની ભક્તિ કરવામાં વાંધો ન લેતાં પોતાના ત્યાગ વૈરાગ્ય ઉપર લક્ષ દેવું જોઈએ.
જૈન ધર્મ પ્રવર્તક સાધુ, સૂરિયો વગેરેના સામા પ્રતિપક્ષીઓ પડે અને જૈનશાસ્ત્રોમાં શંકા વડે વિરોધ કરે અને ગુરુઓની નિંદા કરે, તેથી કંઈ ધર્મરક્ષક ગુરુ ડરી જઇને બેસી જાય નહીં.
વિચારભેદેવૈરીદુશ્મનોએ ભલાભલાની નિંદા કરી છે; અરવિંદ ઘોષ વગેરે દેશ નાયકોની સામા પડેલાઓએ એવી ધૂળ ઉડાડી છે.
જૈન એડવોકેટમાં મહાત્મા ગાંધીજીની નિંદા બદબોઈ કરવામાં આવી છે, તેથી ગાંધીજીને કાંઈ હરકત નથી. પ્રતિપક્ષી - નિંદકોએ આજ સુધીના મહાપુરુષોની સામે ધૂળ ઉડાડી છે.
જૈનાચાર્યો તથા સાધુઓના પ્રતિપક્ષી બનેલા નિંદકોએ આજ સુધી સૂરજ સામે ધૂળ ઉડાડવા જેવી ઘણી પ્રવૃત્તિ સેવી છે, પણ તેથી તેઓ દબાયા નથી અને તેઓએ પોતાનું કાર્ય કર્યું છે. પ્રતિપક્ષી વિરોધિઓ કદાચ ધર્મગુરુઓને મારી નાખવા સુધીનાં તર્કટો - ષડયંત્રો રચે અને તેથી ધર્મરક્ષકો મરી જતા પણ કંઈ સત્ય ધર્મ વિચારોનો ત્યાગ કરતા નથી.
અમોએ કોઈનું નામ દઈને પ્રત્યુત્તર લખ્યો નથી. ફક્ત ઉપર્યુક્ત વિચારોથી તેના પ્રતિપક્ષી વિચારોનો જવાબ આપ્યો છે. એમાંથી મધ્યસ્થ સત્ય ગ્રાહકો જો વિચાર કરશે, તો તેમાંથી તેઓને ઘણું લેવાનું મળશે.
૩૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org