________________
વંદિતાસૂત્રમાં સમ્યગૂદષ્ટિદેવો સમાધિ અને બોધિ આપે છે. તે માટે કહ્યું છે કેસરિફીલા હિંદુ સમાર્ટિર વોર્દિ સમ્યગુદ્દષ્ટિદેવોસમાધિ અને બોધિ આપો સમ્યગુદષ્ટિદેવો મનુષ્યોને સરુનીઅને જૈન ધર્મની જોગવાઈ કરી આપવાના સંયોગમાં મૂકે છે.
જૈન મનુષ્યો જેમ અન્યોને ઉપદેશ આપી જૈનધર્મી બનાવે છે, તેમ સમ્યગુ દષ્ટિ જૈનદેવો પણ મનુષ્યને પ્રત્યક્ષ થઈ અથવા સ્વપ્રમાં ઉપદેશ આપે છે તથા ધર્મી મનુષ્યોના સમાગમમાં મનુષ્યોને લાવીને ધર્મી બનાવી દે છે.
ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં એક આચાર્ય કાલ કરી દેવલોકમાં ગયા અને સ્વશિષ્યોના જોગ અધુરા હતા, તેને પૂર્ણ કરવા આવ્યા.છ માસ સુધી તે પોતાના સ્વસાધુ શરીરમાં રહીને શિષ્યોને પોતાની હકીકત જણાવી દેવલોકમાં ગયા. શિષ્યોના મનમાં મનુષ્યો કદિ દેવ હોય? એવો સંશય થયો, તેથી તે અવ્યક્ત નિcવ તરીકે ગણાય.
સિંધુ દેશના ઉદાયી રાજાની પ્રભાવતી રાણી હતી, તે સ્વર્ગમાં ગઈ અને રાજાને પ્રિતબોધવા અહીં આવી; રાજાને સમકિતી બનાવ્યો.
એક આચાર્યનો શિષ્ય સ્વર્ગમાં ગયો અને પોતાના ગુરુની પાસે આવીને તેમને પુનઃસમકિતી બનાવ્યા.
એક દેવનો મિત્ર મનુષ્ય થયો. તે અધર્મી હતો, તેને દેવ અનેક રીતે બોધ પમાડી, સમક્તિી - ચારિત્રી બનાવ્યો. કલ્પસૂત્રની ટીકાને આધારે મહાવીર પ્રભુના શરીરમાં પેસીને સિદ્ધાર્થ વ્યંતર લોકોની આગળ પ્રભુના મુખથી ભવિષ્ય કહેવડાવી પ્રભુનો મહિમા વધારતો હતો;- ઈત્યાદિ ચાર નિકાયના દેવોની સહાયનાં અનેક દ્રષ્ટાંતો જૈનાગમોમાં બતાવ્યા છે.
શ્રાવકો પ્રતિક્રમણમાં ચાર થોયો કહે છે. તેમાં ચોથી થોયમાં દેવ દેવીની સ્તુતિ આવે છે અને તેમાં દેવ દેવીની સહાયતાની વાત આવે છે.
પ્રતિષ્ઠા અંજનશલાકા વિધિમાં મંત્રોની ક્રિયામાં જૈન શાસન દેવોની અને તેના વિઘનિવારણ કરવા માટે સહાયતા કરવાની વાત આવે છે. તેથી તેવી રીતે ઘંટાકર્ણ મહાવીરની સ્તુતિ કરતાં અને ધુપ, દીપ નૈવેદ્ય કરતાં લોકોત્તર મિથ્યાત્વ લાગતું નથી, એમ આપણા પૂર્વાચાર્યોની શૈલીથી પણ સમજાય છે.
આપણા આર્વાચીને આચાર્યોને જો ઘંટાકર્ણવીરની સુખડી વગેરે ધરવામાં તથા તેમની સ્વરક્ષાની સહાયતાની માન્યતામાં મિથ્યાત્વ જણાયું હોત તો તેઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org