SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ માનતા હોવાથી ઘંટાકર્ણવીર વગેરેને માનનારા તેવી દૃષ્ટિવાળા જૈનોને લોકોત્તર મિથ્યાત્વ લાગતું નથી. જે જેવા હોય તેને તેવા માનવાથી મિથ્યાત્વ લાગતું નથી જૈનો અરિહંતને વીતરાગદેવ પ્રભુ પરમાત્મા માને છે અને શાસનદેવોને સ્વધર્મી બંધુ માની પૂજે છે; તેથી તેમને મિથ્યાત્વ લાગતુ નથી. શિષ્યનો પ્રશ્ન-દરેક પ્રાણીને પોતાના શુભાશુભ કર્મના અનુસાર સુખદુ:ખ થાય છે. તેમાં દેવતાઓની સહાય થાય તો પછી શુભાશુભ કર્મ પ્રમાણે સુખદુઃખ થાય છે, એમ કેવી રીતે કહી શકાય? અને શુભાશુભ કર્મ પ્રમાણે જ સુખદુઃખ થાય છે, તો પછી શાસનદેવોની માન્યતા-પૂજાની શી જરૂર છે? ગુ-સર્વ જીવોને સ્વકર્માનુસારે શુભાશુભ સુખદુઃખ ફળમાં કર્મ છે, તે ઉપાદાન કારણ છે અને શાસનદેવો મનુષ્યો વગેરે નિમિત્તકારણો છે. જેવું ઉપાદાન શુભાશુભ કર્મ હોય છે, તેના ઉદય પ્રમાણે નિમિત્ત કારણોના પણ તેવા સંયોગો મળે છે. શુભાશુભ કર્મફળ વેચવામાં જીવો અને અજીવો નિમિત્તિકારણ થાય છે, મનુષ્યો દેવગુરુધર્મની આરાધના કરે છે. તપ, જપ, સંયમ, દયા, દાન, વ્રત, નિયમ, ધારણા, ધ્યાન, સમાધિની પ્રવૃત્તિ કરે છે, સદ્ગણોની અને સદાચારની આરાધના કરે છે, શ્રાવકધર્મની દૃઢશ્રદ્ધાથી આરાધના કરે છે. વિતરાગ પરમાત્મા કે જે કેવલજ્ઞાની છે, સુરાસુરેન્દ્ર વડે પૂજ્ય છે, અઢાર દોષ રહિત છે, તેને સુદેવ માને છે અને ધર્મમાં સ્થિર રહે છે, તેઓને ધર્મ કરતાં સંકટ વિપત્તિ પડતા તેઓના શ્રદ્ધા ગુણથી શાસનદેવો ખેંચાઈને પોતાની ફરજ અદા કરીને મદદ કરે છે. એવા ધર્મી મનુષ્યોના અનિકાચિત કર્મોદયને હઠાવે છે અને તેમાં પણ દેવો સહાય કરી નિમિત્તકારણ બને છે. પણ જ્યાં નિકાચિત કર્મોદય હોય, ત્યાં દેવોની સહાય મદદરૂપ થતી નથી અને તપ સંયમ કરવા છતાંપણ શ્રી મહાવીર પ્રભુને અનેક ઉપસર્ગો વેઠવા પડયા તેમ વેઠવા પડે છે. તેમાં પોતાનું અને દેવોનું કશું ચાલતું નથી. ગાંધીજીએ વિ. સં. ૧૯૭૮ માં હિન્દીઓને સ્વરાજ મળશે એમ કહ્યું હતું. પણ હિંદીઓનાં હજી સ્વરાજ્ય પ્રાપ્તિમાં નિકાચિત કર્મો છે, ત્યાં સુધી તેમને સ્વરાજ મળી શકવાનું નથી. વિ.સં. ૧૯૭૮માં સર્વે હિંદીઓ મોટા ભાગે એવાવિશ્વાસી બની ગયા હતા કે હિંદને સ્વરાજ્ય ગાંધીજી અપાવશે પણ તેમ બની શક્યું નહીં. તેમાં હિંદીઓનાં નિકાચિત કર્મનો ઉદય કારણ છે. અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005346
Book TitleGhantakarn Mahavir Dev
Original Sutra AuthorN/A
AuthorMahudi Jain Shwetambar Murtipujak Trust
PublisherMahudi Jain Shwetambar Murtipujak Trust
Publication Year1998
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy