________________
કરી દીધી હતી, અને પુસ્તિકા પિતા ને દેહ ધારણ કરી બહાર પડે તે પહેલા તેના શિલ્પી, સભાના આજીવન સક્રીય કાર્યકર શ્રી ભેગીલાલભાઈ પિતાના નશ્વર દેહને છેડી અમારી વચ્ચેથી વિદાય થઈ ગયા. પરિણામે આ પુસ્તિકા છપાવવાની જવાબદારી અમારે ઉઠાવવી પડી. સ્વ. ભેગીલાલભાઈના દિકરા શ્રી ભૂપેન્દ્રભાઈએ અમને સંપૂર્ણ સાથ અને સહકાર આપી અમારી જવાબદારી હળવી કરવામાં નોંધપાત્ર ફાળો આપે છે, જેમને અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
જાહેરખબર દ્વારા અમને આર્થિક મદદ કરનાર સૌ પુણ્યાત્માઓના અમે ઋણી છીએ.
પાટણ તીર્થધામ છે, જિનાલયેનું નગર માનવામાં આવે છે. પ્રતિવર્ષ હજારે જૈન યાત્રાળુઓ પાટણની અને આજુબાજુના તીર્થધામની યાત્રાએ આવે છે. જિનાલયના નગર સમા આ પાટણ તીર્થના કલાત્મક અને વિશિષ્ટ દહેરાસરની નેધ ઉપરાંત પાટણની કેટલીક સામાજીક સંસ્થાઓને પરિચય તથા પાટણની શૈક્ષણિક સંસ્થાઓની યાદી આપી છે. આ રીતે પુસ્તકને સંપૂર્ણ રીતે માર્ગદર્શક-માહિતિ સભર બનાવવાને નમ્ર પ્રયાસ કર્યો છે. આશા છે કે “તીર્થ દર્શનની આ પુસ્તિકા સૌ યાત્રાળુ ભાઈ–બહેનેને જરૂરી માર્ગદર્શક તેમજ પ્રેરણાત્મક બની રહેશે.
મંત્રીઓ :
પ્રમુખ : શ્રી દલપતભાઈ પ્રેમચંદ શાહ છે, સેવંતીલાલ એમ. શાહ શ્રી અશોકભાઈ સેવંતીલાલ શાહ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org