________________
બે... .લ દસેક વર્ષ પહેલા પાટણની પ્રસિદ્ધ સંસ્થા શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા પાટણના, તે વખતના મંત્રી સ્વ. શ્રી ભેગીલાલ ચુનીલાલ કાપડીયાની ભાવનાથી તીર્થદર્શનની નાની પુસ્તિકા મેં સંપાદિત કરી હતી, જેની બધી જ નકલે તેની ઉપયેગીતાના કારણે વેચાઈ ગઈ હતી; તેથી બીજી આવૃત્તિ પ્રકાશીત કરવાની જરૂરીયાત ઊભી થઈ હતી આ બીજી આવૃત્તિ સ્વ. શ્રી ભેગીલાલભાઈની ઈચ્છાનુસાર સુધારા-વધારા, સાથે તૈયાર કરી છે. આ
શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા પાટણે આ બીજી આવૃત્તિ તૈયાર કરવાની જે તક આપી તે બદલ સંસ્થાના સંચાલકોને હું અત્યંત આભારી છું.
આ પુસ્તિકા ઉત્તર ગુજરાતની પંચતીથી તથા પાટણના ભવ્ય દહેરાસરની યાત્રા કરનાર યાત્રીકોને ઉપયોગી થઈ પડે તે દ્રષ્ટિએ તૈયાર કરવામા આવી છે. . . . . .
જરૂરી ફેટા સાથે તેને આકર્ષક બનાવવા પ્રયત્ન કર્યો છે. તથા માહિતિપૂર્ણ બનાવવા અથાગ્ય પ્રયાસ કર્યો છે.
તીર્થ યાત્રા કરતા કરતા જીવનમાં આત્મશુદ્ધિ, આત્મ શાંતિ અને આત્મકલ્યાણ સાધવાની ભાવના જાગે અને જીવન ધન્ય બનાવી લઈએ એ જ અભ્યર્થના.
– કુલચંદ હરિચંદ દોશી (મહુવાકર)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org