________________
[૪૨]
પાટણ તીર્થ દર્શન
સં. ૧૯૦૦ (વસ્તુતઃ ૧૮૯) ની સાલમાં શ્રાવણવદ ૧૧ ના દિવસે જાને લુહાર પણ ધંધે સુથાર માનાની પુત્રી જવલને સ્વપ્ન આવ્યું-એ સ્વપ્ન અનુસાર તે કેડમાં છોડાં લેવા ગઈ ત્યારે સુંડલે ભરતાં છોડા નીચે પ્રભુની ચાર મૂર્તિઓ નજરે પડી. એમાં શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ અને શ્રી પદ્મપ્રભુની મૂર્તિઓ હતી.
આ ચારે મૂર્તિઓ રામસેનથી આવ્યાની અગોચર વાણી પણ સાંભળવામાં આવી. ચારે મૂર્તિઓને પરસાલમાં પધરાવી તે પછી લુહારના ઘેરથી પ્રતિમાઓને સંઘના મકાનમાં સં. ૧૯૦૧ના મહા શુદિ ૧૩ના દિવસે લાવવામાં આવી. પર્યુષણમાં ઉત્સવ થયે-ગામ ગામના સંઘોએ મળી અહીં નવીન મંદિર બંધાવ્યું તેમાં એ મૂર્તિઓની સં. ૧૯૪૭ના અખાત્રીજના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. એક પ્રતિમાજીની ગાદી પર સં. ૧૩૫૧ને ઉલ્લેખ ઉકીર્ણ છે.
આ મંદિર, મૂળ ગભારે, સભામંડપ, ભમતી અને શિખર બંધી રચનાવાળું છે. મંદિરને શૃંગાર ચકી યુક્ત દરવાજે ઉત્તરાભિમુખ છે. એ સિવાય પૂર્વ-પશ્ચિમે પણ એકેક દરવાજે શંગાર ચોકી સહિત છે નવ તરણે છે. મંદિરના અંદરના ભાગમાં ૯ બીજા તોરણે છે. કુલ ૧૮ તેરણવાળું આ મંદિર છે.
મૂળ ગભારામાં પાષાણની ચાર પ્રતિમાઓ છે. આ ચારે ચૌમુખ પ્રતિમાઓ હોય એમ જણાય છે. આ મંદિરમાં મૂળનાયક તરીકે શ્રી આદીશ્વરની સાથે ત્રણે મૂર્તિઓને એક હારમાં અને બીજી એક મૂર્તિને મૂળનાયકની નીચે સ્થાપેલી. છે. નિચેની મૂર્તિ ઉપર સં. ૧૯૬૪ની સાલને લેખ છે. જે રામસેનના શ્રાવકે ભરાવ્યાને તેમાં ઉલ્લેખ છે. આ મંદિરમાં ધાતુની બીજી ૯ પ્રતિમાઓ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org