________________
[૪૨]
પાટણ તીથ દઈન
ઉલ્લેખ આબુના શિલાલેખામાં મળ્યા છે. અહીં પૂર્ણિમાએ મેળા જેવુ રહે છે.
સ'. ૧૨૯૬ પહેલાં શ્રેષ્ઠી દેવચંદ્ર ચારૂપમાં શ્રી આદિનાથનુ જિનમંદિર ખંધાવ્યું હતું, તે નાગાર નિવાસી વરહુડિયા સતાનીય નેમના કુટૂંબી હતા અને તેણે કેટલાંક ધર્મસ્થાના ખંધાવ્યાં હતાં.
લગભગ સ’, ૧૩૨૦માં પેથડ શ્રેષ્ઠી એ ચારૂપમાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનમંદિર બંધાવ્યુ હતું. તીર્થંચાળના સ્તનેમાં ચૌદમા સૈકાથી અઢારમાં સૌકા સુધીના જુદાજુદ્દા ઉલ્લેખામાં ચારૂપ તીર્થનું નામ આવે છે પણ શ્રી શાંતીનાથ કે શ્રી આદિનાથના મદિરાના ઉલ્લેખા નથી તેથી એ નષ્ટ થયાં હોય તેમ લાગે છે.
અઢારમાં સૌકા પછી વેપાર ધધા પડી ભાંગવાથી શ્રાવકાની વસ્તી ઘટી જતાં શૈવાએ આ મંદિર ઉપર કબજો કર્યાં હોય તેમ લાગે છે. સ* ૧૯૩૦ની આસપાસના આરસામાં પાટણના જૈન સંઘનુ` ધ્યાન ચારૂપ તરફ ગયુ અને ખૂબ પ્રયત્ન પછી એ મદિર કબજે લીધું. સં. ૧૯૩૮માં પાટણના શ્રી સ ંઘે મદિરના જીર્ણદ્વાર કરાવ્યા પછી ધર્મશાળા વગેરે પણ બંધાવ્યા.
શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ શ્યામલવ પ્રાચીન તથા શિલ્પકળાના નમૂના રૂપ છે. શિલ્પીએ મૂર્તિના નિરાગીપણાનું ગાંભીય અને ઉત્તરની કૃશતા બતાવવાના પ્રયત્ન કર્યાં છે. મસ્તકે રહેલી ફણા ઠેઠ ખભા સુધી પથરાયેલી છે. જેમાં પ્રતિમાનું મુખ મંડળ દીપી ઉઠે છે. ફણા સાથે મૂર્તિની ઉંચાઇ પહેાળાઈ રા–૩ ફીટ છે. સાચેજ મૂર્તિ અલૌકીક, ચમત્કારી પ્રભાવશાળી અને રમણીય છે. ચારૂપ તીર્થ છે અને યાત્રાધામ અની યયુ' છે. મૂર્તિના સવાર, બપોર, સાંજ જુદા જુદા રૂપ એક ચમત્કાર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org