________________
પાટણ તીર્થ દર્શન
[૨૧]
-
--
-
છાત્રાલય અને વિદ્યાલયની છાયામાં બાલાશ્રમના બાળકો વિકાસ સાધી રહ્યા છે. જ શ્રી ભેગીલાલ દોલતચંદ સાર્વજનિક વિદ્યાલય # - શ્રી ભોગીલાલ દેલતચંદ તથા તેમના કુંટુંબ તરફથી રૂા. બે લાખનું દાન મળ્યું તેના પરિણામે તા.૧૬-૬-૧૯૪૫માં છાત્રાલયના વિદ્યાલય મકાનમાં શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાલયનું નવું મકાન બનાવવામાં આવ્યું અને આજે તે ઉત્તર ગુજરાતની સંસ્થાઓમાં એ પ્રથમ નંબર ધરાવે છે. ૨૦૦ વિદ્યાર્થીથી શરુ થયેલા આ વિદ્યાલયમાં આજે તે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને વિદ્યાલયનું ભવ્ય મકાન આગંતુકને આકર્ષે છે. એસ. એસ. સી ઉપરાંત ટેકનીકલ અને વાણિજયના અભ્યાસની વ્યવસ્થા છે. ૧૦+૨+૩ની શૈક્ષણિક પ્રથા દાખલ થયા પછી આ વિદ્યાલયમાં ઉચ્ચત્તર શિક્ષણ પણ ચાલે છે. વિકાસ પ્રવૃત્તિઓ, ઉસ નાટ્યપ્રયે, જયંતીઓ, મને રંજન કાર્યક્રમ અને સનેહસંમેલનોથી વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર થઈ રહેલ છે. * શ્રી દીવાળીબાઈ ઉધોગશાળા જ
બહેનોના વિકાસનું આ પ્રેરણાધામ છે. છ દાયકા પહેલાં, આપણી બહેનને ધર્મ-શિક્ષણ સાથે ઔધોગિક શિક્ષણ મળે એ ઉચ્ચ ભાવનાથી ધર્મનિષ્ઠ દારચરિત શ્રી નગીનદાસ કરમચંદ પિતાના ભાઈઓના સહકારથી પાટણમાં સ્ત્રી ઉગશાળા માટે રૂ. ૩૨૦૦૦ ની ઉદાર સખાવત કરી હતી સં. ૨૦૧૫માં પાટણ જૈન મંડળે તેના સંચાલનની જવાબદારી સ્વીકારી આજે ઉધોગ શાળા વિધવિધ પવૃત્તિઓથી ધમધમી રહેલ છે. તેની લોકપ્રિયતા દિનપ્રતિદિન વધતી જાય છે. તેનો યશ શ્રી પાટણ જૈન મંડળને ફાળે જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org