________________
ચતુદશી. અષ્ટમી આદિ પર્વોના દિવસેને વિષે પોસહ વ્રત કરવું. સુપાત્રને દાન દેવું, શિયળ પાળવુ તપ કરવો, વળી અનિત્યાદિ ભાવનાઓ ભાવવી, વાંચના-પૃચ્છનાદિ પાંચ પ્રકારને સ્વાધ્યાય કરે, નમસ્કારને પાઠ જાપ કર, પરોપકાર કરે અને જયણાએ પ્રવર્તવું. ૨.
શ્રી જિનેશ્વર ભગવાનની ત્રિકાળ પૂજા-ભક્તિ કરવી. શ્રી જિનેશ્વરના ગુણેની સ્તુતિ કરવી, ગુરુની સ્તુતિ કરવી, સાધમભાઈઓની વત્સલતા-ભક્તિ કરવી, વ્યવહારશુદ્ધિ કરવી તથા રથયાત્રા અને તીર્થયાત્રા કરવી. ૩.
ઉપશમ એટલે ક્ષમા ધારણ કરવી, વિવેક ધારણ કરવો, સંવર ભાવ રાખવો, ભાષાસમિતિ જાળવવી, પૃથિવી આદિ છ પ્રકારના જીવોની ઉપર દયા રાખવી, ધાર્મિક જ સાથે સંસર્ગ રાખવે, રસનાદિ (જિહુવા) પાંચ ઈંદ્રિયને દમવી, અને ચારિત્રનાં પરિણામ રાખવા. ૪.
ચતુર્વિધ શ્રી સંઘ ઉપર બહુમાન રાખવું, આગમ આદિનાં પુસ્તક લખાવવા અને તીર્થ (જેનશાસન)ની પ્રભાવના કરવી. શ્રાવકને નિત્ય કરવા યોગ્ય આ કૃત્ય છે, ગુરુના ઉપદેશથી જાણી કરવાલાયક છે. ૫ રાઈ મુહપત્તિ પડિલેહણ અંગે એક જરૂરી સમજુતી
જે ગુરુને જેગ હેય તે ગુરુ સાથે (સા) પ્રતિક્રમણ કરવું, એ વિધિ છે. જે સાથે ન કર્યું હોય તે પણ (અને ગુરુને જોગ હોય તે જ) આ રાઈ મુહપત્તિ પડિલેહણની ક્રિયા કરવી જોઈએ. તેમાં પણ મુખ્ય વિધિએ (ખરી રીતે તે દેવવંદન કર્યા પછી તુર્ત કરી લેવી, પરંતુ પસહ લેનાર ઘણું હોય છે અને લેવામાં વહેલા મેડા થતા હોય તેમજ રાઈમુહ૦ની ક્રિયા સમુદાયે (દરેકને સાથે કરવાના હેતુએ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org