SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પર ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ વધારે સત્ય તે એ છે કે તેને વૈકલ્પિક શક્યતાના સિદ્ધાંત તરીકે ઓળખાઓ તે જ યોગ્ય છે. પ્રસિદ્ધ વિદ્વાન આનંદશંકર ધ્રુવ કહે છે કે “સ્યાદ્વાદને સિદ્ધાંત સંશયવાદ તે નથી જ. તે મનુષ્યને વિશાળ અને ઉદાર દ્રષ્ટિએ વસ્તુ જેવા પ્રેરે છે અને વિશ્વની વસ્તુઓનું કેવી રીતે અવકન કરવું તે શીખવે છે. તે વસ્તુનું એકાંત અસ્તિત્વ સ્વીકારતો નથી તેમજ તે સ્વીકારવાની તદ્દન ના પણ કહેતા નથીપરંતુ જણાવે છે કે વસ્તુ છે અથવા નથી અર્થાત્ અનેક દષ્ટિબિંદુમાંની એક દૃષ્ટિએ તેનું વિધાન થયેલું છે તે સ્પષ્ટ કરે છે. “વાસ્તવિકતાનું સાચું અને સટ પ્રતિપાદન તે માત્ર આપેક્ષિક અને તુલનાત્મક હોઈ શકે, અને તે પ્રતિપાદનની શક્યતા સ્વીકારે છે. પ્રત્યેક સિદ્ધાંત સત્ય હોય છે, પરંતુ તે કેટલાક ચેક સંજોગોમાંજ; વસ્તુના અનેક ધર્મો હોવાના કારણે કાંઈ પણ સત્ય કહી શકાતું નથી. વસ્તુના વિવિધ ધર્મો બતાવવા માટે ધર્મના વિધાન અને નિષેધને લગતા શબ્દપ્રયોગે સાત પ્રકારનાં હોવાનું દર્શાવાયું છે.” * સાત પ્રશ્નોના જવાબ આપવાની પદ્ધતિને સપ્તભંગી નથ અથવા સાત વચનપ્રયોગો પણ કહે છે. આ તાત્વિક સિદ્ધાંત ખૂબ ગહન અને રહસ્યપૂર્ણ છે, એટલું જ નહિ પણ તે ખાસ પારિભાષિક છે, આ વસ્તુ સ્પષ્ટ કરવા નીચેના સરળ અને સુંદર વિવરણથી કાંઈ વધારે આપી શકતા નથી. વેદાન્તીઓ માને છે કે એક આત્મતત્ત્વજ ખરેખર અસ્તિત્વ ધરાવે છે, બીજું કાંઈ નહિ; (vમેવ-દ્વિતીચF) અને તે નિત્ય છે, બીજું બધું અસત-માયિક છે. આમ આત્મવાદ એકવાદ યા નિત્યવાદ કહેવાય છે. તેમની દલીલ એવી છે કે જેમ પ્યાલે, રકાબી જેવી વસ્તુજ નથી; તે તે જુદા જુદા નામથી સંબોધાતી માટી માત્ર છે, તેવી જ રીતે જુદા જુદા નામથી ઓળખાતા વિશ્વના પદાર્થો એક આત્મતત્વના જુદા જુદા પ્રકારો માત્ર છે. બીજી તરફ બે કહે છે કે મનુષ્યને નિત્ય આત્મા જેવા કેઈ તત્ત્વનું સાચું જ્ઞાન જ નથી; એ તે માત્ર અટકળ છે કારણ કે મનુષ્યનું જ્ઞાન ઉત્પત્તિ, વિનાશ અને લય પામી બદલાતા પદાર્થોમાં પરિમિત થાય છે. આ સિદ્ધાંત આથી અનિત્યવાદ કહેવાય છે. માટી પદાર્થરૂપે 1. Cf. Fleet. I.A., vii., p. 107. “The view is called Syādvāla, since it holds all knowledge to be only probable. Every position gives us only a perhaps, a may be, or a Syāt. We cannot confirm or deny anything absolutely of any object. There is nothing certain on account of the endless complexity of things."--Radhakrishnan, op. cit., i., p. 302. 2. Kannoomal, Saptabhangi-Naya, Int., p. 8. ३. उपाधिभेदोपहितं विरुद्ध नार्थेष्वसत्त्वं सदवाच्यते च । --Hemacandra, op. cit., v. 24, p. 194. 4. Radhakrishnan, ob, cit, i, p. 302; યાદ જ સાપેક્ષત્તરમન . . . સાતનિત્યનિથસ્થાને ધર્માસ્યુ પામ: .-Vijayadharmasuri, op. cir, p. 11. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy