________________
૪૯
મહાવીર અને તેમના સમય
છે કે તે પોતાનું ધ્યેય સિદ્ધ કરવાની પરધર્મીઓની લાયકાત સ્વીકારે છે, જ્યારે ભારતના ઘણા ખરા અન્ય ધર્મે તે સ્વીકારતા નથી.”૧ બીજા માટે બહુમાન ધરાવવાની આ પ્રશસ્ત ભાવના જૈનધર્મની કેટલીક સર્વોત્તમ પ્રભાવશાળી વિભૂતિઓનું ખાસ લક્ષણ છે. ષગ્દર્શન સમુચ્ચયના જૈવિભાગની શરુઆતમાં આચાર્ય હરિભદ્ર લખે છે કેઃ
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
“ મારે વીર પ્રતિ પક્ષપાત નથી કે કપિલ આદિ પ્રતિ દ્વેષ નથી; જેનું કથન યુક્તિયુક્ત હોય તે સ્વીકારવામાં કશેય દુરાગ્રહ ન હોય.”ર
જેનેાની આ ઉદાર ભાવના ઉપરાંત તેના અહિંસાના આદર્શે જૈનધર્મમાં પ્રાયશ્ચિત્તના તત્ત્વને ઉચિત મહત્ત્વ આપ્યું છે. મનુષ્યના જીવનમાં હિંસા કેટલેક અંશે અનિવાર્ય છે, અને તેથી આખરી ધ્યેય સિદ્ધ કરવા માટે આખા દિવસમાં થતાં પાપે તેમજ ભૂલાનું દિન પ્રતિદિન ભાન થાય અને તેનું દૈનિક પ્રાયશ્ચિત્ત થાય તે આવશ્યક છે. જૈનધર્મનું આ અદ્વિતીય લક્ષણ ન ગણાય, તેા પણ જે મહત્ત્વ જૈનધમેં પ્રાયશ્ચિત્તને આપ્યું છે તે સાચે જ અદ્વિતીય છે. પ્રાયશ્ચિત્તના તત્ત્વમાંથી ફલિત થતાં સામાયિક અને પ્રતિક્રમણ એ એ વિધાના સાધુ તેમજ શ્રાવકના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. સુધર્માસ્વામીનું આવશ્યકસૂત્ર ત્યાંસુધી કહે છે કે “સામાયિકથી શરૂ થતું અને બિંદુસાર (ચૌદમું પૂર્વ) થી પૂર્ણ થતું જ્ઞાન સત્યજ્ઞાન છે; તેનું પરિણામ સચ્ચારિત્ર છે અને ચારિત્રથી નિર્વાણ પ્રાપ્ત થાય છે.”
સામાયિક વ્રત એટલે ઓછામાં ઓછી ૪૮ મિનિટ ધ્યાનમાં ગાળવી; જેનાથી આત્મા સમભાવ કેળવે છે. તે માટે ‘કરેમિ ભંતેના પાઠ મુખ્ય છે; જેના અર્થ નીચે મુજબ છેઃ
“ હે ભગવંત! હું સામાયિક કરૂં છું; હું પાપમય વ્યાપારાથી પાછા હઠું છું. મન, વચન અને કાયાથી આજીવન હું પાપે નહિ કરૂં, તેમજ કોઈ પાસે કરાવીશ પણ નિહ. હે ભગવન ! હું જાનાં પાપાથી પાછો ફરૂં છું. ગુરુ અને આત્માની સાક્ષીએ હું પાપને ધિક્કારૂં છું અને પાપમય કાર્યાંથી મારા આત્માને મુક્ત રાખવા હું સામાયિક વ્રત ગ્રહણ કરૂં છું.
۶۶۱۷
1. Stevenson (Mrs), op. cit., p. 213.
2. Haribhadra, oh. cit., p. 39; see also
भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥
Jain Educationa International
4. Cj. Stevenson (Mrs), ob. it., p. 215. 5. મિ અંતે !
७
-Hemacandra, Mahādevastotra, v. 44,
3. સામાન્યમાય ... . . . નિવા′′i }. Anayaka-Satya, v. 93, p. 69.
વોસિરામ.-Avaśyaka-Sitra, p. 454.
For Personal and Private Use Only
www.jainelibrary.org/