SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ જેનાથી મનુષ્યને નિર્વાહ થાય છે તે કલથી શું નુકશાન છે? હું તે છોડવાને નથી.” આ રીતે રાજાએ જોયું કે હવે બીજે કઈ રસ્તો નથી ત્યારે તેને એક અંધારા કૂવામાં રાખે અને આખી રાત તેમાં તેને લટકાવ્યું, પરંતુ ત્યાં પણ દુબુદ્ધિથી કૂવાની દિવાલ પર પશુઓના આકાર કાઢી ત્યાંને ત્યાં તેને હાથવતી ભૂસી નાંખવા લાગ્યા. આ પછી તેને અસાધ્ય વ્યાધિ લાગુ પડ્યો અને તે નરકે ગયે. પિતાના મરણ પછી તરતજ સુલસના સંબંધીઓ એકઠા થયા અને કુલધંધે ચલાવવા તેને સમજાયે; પરંતુ તેણે કહ્યું કે “જેમ મને મારે જીવે વહાલે છે તેમ બીજા પ્રાણીઓને પણ હોયજ અને આવું ફળ પ્રત્યક્ષ જેવા છતાં એ કેણ હેય જે હિંસાથી જીવવું પસંદ કરે?” સુલસના સંબંધીઓને આની કાંઈ અસર ન થઈ અને તેઓએ તેના કર્મના ભાગીદાર બનવા તત્પરતા બતાવી. પછી સુલસે ભેંસને મારવાને ઢંગ કરી બાપની કુહાડી લઈ પોતાના પગ પર ઘા કર્યો અને મૂછિત થઈ જમીન પર પડ્યે કેટલેક વખતે ભાન આવતાં સંબંધીઓને તેણે પૂછ્યું: .........વન્યવો પૂર્ય વિમર મમ વેદ્રનામા બંધુઓ, તમે મારા દુઃખમાં ભાગ પડા” પણ તેઓ તેને સાંત્વન આપવા સિવાય કાંઈ કરી શક્યા નહિ ત્યારે તેણે પ્રથમ વચનની યાદ આપી જણાવ્યું કે ___ व्यथामियतीमपि । नमे ग्रहीतुमीशिध्वे तत्कथं नरकव्यथाम् ॥ તમે આટલું દુઃખ નથી લઈ શકતા તે નરકનાં દુઃખ તે કેમજ લઈ શકશે?” આ રીતે સુલસ પોતાની ધારણામાં સંબંધીઓને જીતી શકે અને જૈનેનાં બારવ્રત ગ્રહણ કરીને સ્વર્ગે ગયે. આ કથાને સાર સ્પષ્ટ છે. કર્મના સિદ્ધાંતના જેટલું જ અહિંસાના સિદ્ધાંત પ્રત્યેનું જેનું મમત્વ આમાં જણાઈ આવે છે. યજ્ઞ માટે પશુહિંસા કરી શકાય છે એવા મનુના નિયમ વિષે યેગશાસ્ત્ર કહે છે કે જેઓ હિંસાને પુષ્ટિ કરતે નિયમ બતાવે છે તે દુટે નાસ્તિક લેકે કરતાં પણ વધારે પાપી છે. આજની દુનિયામાં પ્રવર્તતું ઉપાધિમય જીવન જોતાં પિતાના વ્યાવહારિક જીવનમાં પણ પ્રત્યેક જીવ પ્રતિ જૈનોની દયા આશ્ચર્યજનક છે. આજે પ્રવર્તતા જૈન માટે ગમે તેવી ટીકા કરવા જેવું લાગતા છતાં પણ જૈનેને અહિંસાનો મહાન આદર્શ અર્થાતુ પ્રાણીમાત્રપર પ્રેમ અને મિત્રતા એ અદ્દભૂત છે તે સમજવા માટે ટૂંક વિવેચન પૂરતું થશે. 1. Hemacandra, Yogaśāstra (with his own commentary), chap. ii., v. 30, pp. 91-95. Very often heaven is taken to mean Moksha, but it is not so. To the Jainas Moksha is that stage from which the soul has never to return. According to Jainism there is a limit to life in heaven, but when the soul reaches Moksha it enjoys bliss for ever, 2. C. Hopkins, . cit., p. 288. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy